AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: પાલિકાના મહિલા સભ્યોના પતિઓ દાદાગીરીથી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ! લારી ગલ્લા ધારકોમાં રોષ

Vadodara: પાલિકાના મહિલા સભ્યોના પતિઓ દાદાગીરીથી ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ! લારી ગલ્લા ધારકોમાં રોષ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:45 AM
Share

Vadodara: અણધડ વહીવટી ચાર્જ ઉઘરાતો હોવાના આક્ષેપ સાથે લારી ગલ્લા ધારકોએ ભાજપ મહામંત્રીને મળીને આવેદન પત્ર આપ્યું છે. ત્યારે વહીવટી ચાર્જ પરત ખેંચવાની કરી માંગ કરી છે.

Vadodara: વડોદરાના પાદરા નગરના (Padara Nagar) લારી ગલ્લા અને પથારા ધારકોમાં રોષ (Street Vendors) જોવા મળી રહ્યો છે. લારી ગલ્લા એસોસિએશન દ્વારા ભાજપના (BJP) મહામંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. લારી ગલ્લા ધારાકોનો આક્ષેપ છે કે, અણધડ રીતે વહીવટી ચાર્જ ઉઘરાવવામાં આવી રહ્યો છે. સાથે જ આક્ષેપ કર્યા હતા કે, નગરપાલિકાએ જેમને વહીવટી ચાર્જ ઉઘરાવવાનો કોન્ટ્રોક્ટ આપ્યો છે તેના દ્વારા વહીવટી ચાર્જ ઉઘરાવવામાં નથી આવતો. તેના બદલે અન્ય દ્રારા આ ચાર્જ ઉઘરાવાય છે.

આ મુદ્દે લારી ગલ્લા વાળાનો આક્ષેપ છે કે નક્કી કરેલા લોકો દ્વારા નહીં પરંતુ પાલિકાના મહિલા સભ્યોના પતિઓ દ્વારા દાદાગીરી કરી રૂપિયા ઉઘરાવવામાં આવે છે. જેના પગલે 1200 જેટલા લારી ગલ્લા ધારકો નારાજ છે. ધારોકોએ ચિમકી ઉચ્ચારી છે કે, ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં વહીવટી ચાર્જ બંધ નહી કરવામાં આવે તો જાન્યુઆરી મહિનાથી કોઈ લારી ગલ્લા ધારકો વહીવટી ચાર્જ આપશે નહીં.

આક્રોશે ભરાયેલા લારી ગળા એસોસિએશનએ આ સાથે જ ચિમકી ઉચ્ચારી હતી કે, વિધાનસભાની ચૂંટણીમાં દસ હજારથી વધુ મતોનું નુકસાન પણ થશે. આ મુદ્દે તેમણે ભાજપના મહામંત્રીને આવેદન પત્ર આપ્યો છે.

 

આ પણ વાંચો: Farmer Protest: ખેડૂતોના પરત ફર્યા બાદ આજથી ખુલશે સિંઘુ અને ટિકરી બોર્ડર, રસ્તાનું સમારકામ ચાલુ

આ પણ વાંચો: ઓમિક્રોનની આશંકા, ભાવનગર તંત્રની તૈયારીઓ: સર.ટી.હોસ્પિટલમાં 132 બેડની સુવિધા, ઓમિક્રોન માટે 20 બેડ

g clip-path="url(#clip0_868_265)">