AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : કોરોનાના વધતા કેસો વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર, સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

Vadodara : કોરોનાના વધતા કેસો વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર, સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 4:59 PM
Share

વડોદરા જિલ્લામાં કુલ 58 હોસ્પિટલો સજ્જ કરવામાં આવી છે . જેમાં કુલ 5457 જેટલા બેડ કોરોનાના દર્દીઓ માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યના મહાનગરોમાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.. ત્યારે વડોદરા(Vadodara)શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને(Third Wave) લઈ કેવી વ્યવસ્થા છે તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ ટીવીનાઈન સાથે ખાસ વાતચીત કરી હતી.

તેમણે શહેર અને જિલ્લામાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો ચિતાર રજૂ કર્યો. તેમણે દાવો કર્યો કે હાલમાં કોરોનાના ગંભીર કેસ નથી આવી રહ્યા. તેમજ લોકો હોમ આઈસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે.. પરંતુ સ્થિતિ ગંભીર બને તો તેને પહોંચી વળવા તંત્ર સજ્જ છે.વડોદરા જિલ્લામાં કુલ 58 હોસ્પિટલો સજ્જ કરવામાં આવી છે . જેમાં કુલ 5457 જેટલા બેડ કોરોનાના દર્દીઓ માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

વડોદરામાં ઓમિક્રોનના નવા 5 કેસ

આ દરમ્યાન વડોદરામાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા છે. જેમાં કતારથી આવેલી નિઝામપુરાની 41 વર્ષની મહિલા, બારડોલીની વતની 21 વર્ષની યુવતી, યુ.કેથી પરત ફરેલી 47 વર્ષની મહિલા,અમેરિકાથી આવેલા 24 વર્ષના યુવકને અને કેનેડા પ્રવાસ કરી ચૂકેલા વાઘોડિયાના 26 વર્ષના યુવકને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.

બજાર, શોપિંગ મોલમાં એનાઉસમેન્ટ કરી જાગૃતી કરવાની કામગીરી

જ્યારે વડોદરા શહેરમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંક્રમણને રોકવા કવાયત હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ અને પોલીસ મળી ભીડવાળી જગ્યાઓ પર JET દ્વારા પેટ્રોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે.. બજાર, શોપિંગ મોલમાં એનાઉસમેન્ટ કરી જાગૃતી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ટેમજ લોકોને માસ્કનો ઉપયોગ કરવામાં આવે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે અંગે સમજાવવામાં આવી રહ્યા છે. હાલ તો લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ સ્થિતિ આ જ રહી તો દંડ સહીતની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે

આ પણ વાંચો : Surat : કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત

આ પણ વાંચો : CM એ અમદાવાદ-રાજકોટ હાઇવેના કામોનું નિરીક્ષણ કર્યુંઃ કાફલો રોકાવીને એવું કર્યું કે લોકો જોતા રહી ગયા  

g clip-path="url(#clip0_868_265)">