CM એ અમદાવાદ-રાજકોટ હાઇવેના કામોનું નિરીક્ષણ કર્યુંઃ કાફલો રોકાવીને એવું કર્યું કે લોકો જોતા રહી ગયા
CM એ રોડના કામમાં વપરાતા મટિરિયલની પણ તપાસ કરી હતી અને રોડના બાંધકામમાં વપરાતી મશિનરીનું પણ નિરક્ષણ કર્યું હતું. તેમણે કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો સાથે રૂબરૂ ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) શનિવારે સવારે ગાંધીનગર (Gandhinagar) થી મુખ્ય સચિવ (Chief Secretary) પંકજ કુમાર (Pankaj Kumar) સાથે લીંબડી પહોંચ્યા હતા જ્યાં તેણે અમદાવાદ – રાજકોટ હાઇવે (Ahmedabad-Rajkot Highway) ની કામગીરીની જાત તપાસ કરી હતી.
મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી.
ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવાના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોએ માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ કાફલો રોકાવીને હાઈવે પર આવેલી એક હોટલમાં ચા પણ પીધી હતી. તેમને આ રીતે હાઈવેની હોટલમાં ચા પીતા જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. તેમણે રોડના કામમાં વપરાતા મટિરિયલની પણ તપાસ કરી હતી અને કેવા પ્રકારનું મટિરિયલ વપરાઈ રહ્યું છે તેની જાણકારી મેળવી હતી. તેમણે રોડના બાંધકામમાં વપરાતી મશિનરીનું પણ નિરક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ અમદાવાદ-રાજકોટ 6 લેન હાઈવે ઉપરાંત તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં કામ કેટલું આગળ વધ્યું છે તેની પણ જાણકારી મેળવી હતી.
આ પણ વાંચોઃ RAJKOT : ખોડલધામ પાટોત્સવની રૂપરેખામાં મોટો ફેરફાર, કોરોના ગાઇડલાઇન અનુસાર કાર્યક્રમનું આયોજન
આ પણ વાંચોઃ અમદાવાદના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરાશે સિગ્નલ સ્કૂલો, જાણો શું છે નવી યોજના