કોમર્શિયલ ગેસ પર કાપ મુકવાના કેન્દ્રમા આદેશને પગલે વડોદરાના હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફેલાયો ભયનો માહોલ- Video

હાલ ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યુ છે તેના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ગેસની સપ્લાય અટકી ગઈ છે જેના કારણે હવે ભારતનો રિઝર્વ સ્ટોક ખૂટી ન જાય અને ઘરેલુ ગેસમાં કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વડોદરા સહિતના શહેરોમાં હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી છે.

| Edited By: | Updated on: Mar 10, 2026 | 4:28 PM

Iran War Impact: દેશમાં કોમર્શિયલ LPGની અછત સર્જાતા રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા- Video
છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા ઈરાન ઈઝરાયેલ અમેરિકાના યુદ્ધની અસરો હવે ભારત પર પણ દેખાવાનું શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં હાલ કોમર્શિયલ LPGની અછત સર્જાઈ તેવી સ્થિતિ છે અને સરકારે તકેદારીના ભાગરૂપે કોમર્શિયલ LPG ના સપ્લાય પર કાપ મુક્યો છે. ત્યારે અનેક ઓદ્યોગિક એકમો, હોટેલ રેસ્ટોરન્ટ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક રાજ્યોમાં હાલ કોમર્શિયલ LPGની અછત સર્જાઈ છે. સમયસર કોમર્શિયલ ગેસ ન મળે તો અનેક યુનિટ ઠપ્પ થવાની ભીતિ છે.

ખાસ કરીને રેસ્ટોરન્ટ માલિકોને પણ ચિંતા સતાવી રહી છે. વડોદરાના રેસ્ટોરન્ટના માલિક જણાવે છે કે હાલ કોમર્શિયલ સિલિન્ડરમાં 120 રૂપિયાનો વધારો થયો છે અને હજુ બે થી ત્રણવાર ભાવ વધવાની શક્યતા રહેલી છે. એસેન્શિયલ કોમોડિટી એક્ટ પ્રમાણે 25 દિવસ પહેલ નવા સિલિન્ડરની બુકિંગ નહીં કરી શકાય. કોમર્શિયલ માટે આ પ્રકારનો એક્ટ લાગુ કરાયો છે. ત્યારે સરકાર સંગ્રહખોરી અટકાવવા પગલા લઈ રહી છે.

ત્યારે રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવુ છે કે તેઓ સિલિન્ડરનો સ્ટોક રાખે તો હોનારત થવાની શક્યતા રહેલી છે. બીજી તરફ રેસ્ટોરન્ટમાં સિલિન્ડરનો વપરાશ બિઝનેસ પર આધારીત છે. જરૂરિયાત પ્રમાણે ગેસની બોટલ વપરાતી હોય છે અને મગાવતા હોય છે. હવે જો તેના પર પણ બેન મુકવામાં આવશે તો કોરોના કાળમાં જે પ્રકારે અનેક હોટેલો બંધ થઈ ગઈ હતી. તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ મહારાષ્ટ્રમાં અનેક હોટેલો બંધ ગઈ છે, આવી પરિસ્થિતિ ગુજરાતમાં ન સર્જાય તે માટે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ સરકાર સમક્ષ માગ કરી છે.

Input Credit- Anjali Ojha- Vadodara

ગુજરાતના ખેડૂતો યુદ્ધની માઠી અસરો દેખાવાનું શરૂ, ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા તૂટ્યા ભાવ