Vadodara: કોર્પોરેશનની ઢોર પકડનારી પાર્ટી પર પશુપાલકોનો હુમલો, ઝપાઝપી કરી ગાય છોડાવી ગયા, જુઓ Video
ગુજરાતમાં રખડતા ઢોરનો (Stray cattle) ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જો કે બીજી તરફ રખડતા ઢોર મુકતા પશુમાલિકો પર કાર્યવાહી કરવા જતી પાર્ટી પર હુમલા થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે પણ વડોદરામાં કોર્પોરેશનની ઢોર પકડવા જતી પાર્ટી પર પશુપાલકોનો હુમલો થવાની ઘટના સામે આવી છે. અકોટા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો છે.
Vadodara : ગુજરાતમાં રખડતા ઢોરનો (Stray cattle) ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જો કે બીજી તરફ રખડતા ઢોર મુકતા પશુમાલિકો પર કાર્યવાહી કરવા જતી પાર્ટી પર હુમલા થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે પણ વડોદરામાં કોર્પોરેશનની ઢોર પકડવા જતી પાર્ટી પર પશુપાલકોનો હુમલો થવાની ઘટના સામે આવી છે. અકોટા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો છે.
આ પણ વાંચો- Surat Video : કોર્પોરેશનના આવાસમાં છતના પોપડા પડ્યા, ગેલરીમાં રમતા બાળકોનો આબાદ બચાવ
રાજકોટ બાદ વડોદરામાં ઢોર પાર્ટી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે.વડોદરાના અકોટા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ અને પશુ પાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓ ટીમના કર્મચારીઓ સાથે અપશબ્દો બોલી અને ઝપાઝપી કરી ગાય છોડાવી ગઈ હતી. આ ઘટના મામલતદાર કચેરી નજીક જ બની હતી. જે પછી ઢોર પાર્ટીની ટીમ ગોત્રી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચી હતી.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
