Dahod Video : દાહોદમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત, ઢોરની અડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત
દાહોદના ચાકલિયા અંડર બ્રિજ પાસે આખલાઓની લડાઈમાં એક આખલાએ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ ઘટના બાદ રોડ પર વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે રખડતા પશુઓની સમસ્યા સામે કડક કાર્યવાહી કરવાની લોકોમાં માગ ઉઠી છે.
Dahod : દાહોદમાં રખડતા ઢોરનો (Stray cattle) આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ચાકલિયા અંડર બ્રિજ નજીક આખલાએ એક બાઈક ચાલકને અડફેટે લેતાં યુવકને ઈજાઓ પહોંચી હતી. બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, શહેરના ચાકલિયા અંડર બ્રિજ પાસે આખલાઓની લડાઈમાં એક આખલાએ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ ઘટના બાદ રોડ પર વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે રખડતા પશુઓની સમસ્યા સામે કડક કાર્યવાહી કરવાની લોકોમાં માગ ઉઠી છે.
બીજી તરફ ભાવનગરમાં પણ રખડતા ઢોરના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. ભાવનગરના સીદસર રોડ પર બાઈક લઈને જઈ રહેલા એક વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે સ્થળ પર જ આ વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
