Vadodara: ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર પણ મૃતદેહને લઈ જવા પડે છે અન્ય હોસ્પિટલ, જાણો હોસ્પિટલને કેમ કરવુ પડે છે આવુ

|

Feb 05, 2022 | 8:54 AM

વડોદરામાં ગોત્રી હોસ્પિટલ ખૂબ જ જાણીતી છે. રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે પણ આવતા હોય છે. કેટલીક વાર ક્રિટીકલ કન્ડીશનવાળા દર્દી પણ અહીં આવતા હોય છે.

વડોદરા (Vadodara)ની ગોત્રી હોસ્પિટલ (Gotri Hospital)માં પોસ્ટમોર્ટમ રૂમ (Postmortem Room)ની મંજૂરીના અભાવે હાલાકી પડી રહી છે. 11 વર્ષથી ગોત્રી હોસ્પિટલ કાર્યરત છે, પરંતુ અહીં હજી સુધી પોસ્ટમોર્ટમ રૂમને પરવાનગી મળી નથી. જેથી ગોત્રી હોસ્પિટલમાં દર્દી મોતને ભેટે તો પોસ્ટમોર્ટ માટે મૃતદેહને SSG હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે.

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં 50 લાખના ખર્ચે પોસ્ટમોર્ટમ રૂમ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને ફોરેન્સિક વિભાગ દ્વારા જરૂરી ઇન્સ્પેકશન પણ કરી દેવામાં આવ્યું છે. જરૂરી તબીબોની પણ નિમણૂંક કરાઇ છે પણ હજુ સુધી પોસ્ટમોર્ટમ રૂમને પરવાનગી મળી નથી. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

વડોદરામાં ગોત્રી હોસ્પિટલ ખૂબ જ જાણીતી છે. રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે પણ આવતા હોય છે. કેટલીક વાર ક્રીટીકલ કન્ડીશનવાળા દર્દી પણ અહીં આવતા હોય છે. જ્યારે કોઇ દર્દીનું મોત થાય છે ત્યારે મૃતકના પરિવારજનોને મૃતદેહને લઇને બીજી હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે. ગોત્રી હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ રુમ હોવા છતા લોકોએ આ હાલાકી સહન કરવી પડે છે.

ગોત્રી હોસ્પિટલના ડિન સહિતના અધિકારીઓ દ્વારા વારંવાર રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને પત્રો લખી પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવા માગ કરાઇ છે.. પરંતુ આ માંગણી હજી સંતોષાઇ નથી.

આ પણ વાંચો: Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

આ પણ વાંચો: Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા

Next Video