વડોદરા સાવલી : રાત્રિના અંધારામાં કેનાલમાં છોડાયું કેમિકલવાળું ઝેરી પાણી, ખેડૂતોનો ઉગ્ર આક્રોશ

| Edited By: | Updated on: Jun 21, 2026 | 9:11 PM

વડોદરાના સાવલી તાલુકામાં ઉદ્યોગોનું દૂષિત પાણી સિંચાઈની કેનાલમાં છોડાતા ખેતીના પાક અને પશુ-પક્ષીઓના જીવ જોખમમાં મુકાયા છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણીને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો આરોપ છે કે વિવિધ ઉદ્યોગો રાત્રિના સમયે છૂપી રીતે કેનાલમાં કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવે છે.

આ ગંદા પાણીને કારણે વડદલા તળાવ અને વડદલા સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલ દૂષિત થઈ ગઈ છે. ખેડૂતોનો દાવો છે કે સિંચાઈ માટે આ કેમિકલવાળું પાણી મળવાના કારણે તેમના ઊભા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, આ ઝેરી પાણી પીવાથી મૂંગા પશુ-પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા હવે ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

Breaking News : ભાજપના તાલુકા પંચાયત સદસ્યનો પુત્ર જ નીકળ્યો બુટલેગર, કારમાંથી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી

Follow Us