Vadodara : રોડ પરનો ડામર પીગળવા મુદ્દે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, કહ્યું મ્યુનિસિપલ કમિશનર નિષ્પક્ષ તપાસ કરી પગલા ભરે, જુઓ Video

| Edited By: | Updated on: Apr 20, 2023 | 8:48 AM

વડોદરામાં ઉનાળાના આરંભે જ પીગળતા રસ્તા શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે. શહેરમાં રસ્તાના નિર્માણમાં ચાલતી ગેરરીતિ અને નવા બનેલા રોડનો ડામર પીગળવા મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવ્યું છે.

ગરમીના કારણે ડામર રસ્તા પર ચાલો તો બૂટ-ચપ્પલ ચોંટી જાય આવી ઘટના વડોદરામાં સામે આવી છે. હાલ વડોદરામાં ઉનાળાના આરંભે જ પીગળતા રસ્તાને કારણે રાજનીતિ ગરમાઈ છે. વડોદરામાં ઉનાળાના આરંભે જ પીગળતા રસ્તા શહેરી જનો માટે માથાનો દુખાવો બન્યો છે. શહેરમાં રસ્તાના નિર્માણમાં ચાલતી ગેરરીતિ અને નવા બનેલા રોડનો ડામર પીગળવા મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેટરોએ આવેદનપત્ર આપ્યું છે. રોડના નિર્માણમાં નબળી ગુણવત્તા વાળો સામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસ આગેવાનોએ કહ્યું કે, નક્કી કરેલા કોન્ટ્રાક્ટરોને જ વર્ષોથી કામ અપાય છે. અને વારંવાર ગેરરીતિ થતી હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી. વડોદરાના જુના પાદરા રોડ ચકલી સર્કલ પાસે નવા બનેલા રોડનો ડામર પીગળતા લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો : વડોદરાના ભાયલી અને ચકલી સર્કલ પર પીગળ્યો ડામર, વાહનચાલકો અને રાહદારીઓ થયા પરેશાન, કોન્ટ્રાક્ટરે ડામર પર નાખી ધૂળ

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નબળી ગુણવત્તાનું કામ થતુ હોવાનો પણ કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે પગલા ન ભરે તો આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. વડોદરામાં અગાઉ આ જ સ્થિતિ ફતેપુરા વિસ્તારમાં સર્જાઈ હતી. જો કોઈ રાહદારી હોય તો તેના પગરખાં ચોંટી જાય. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…