Vadodara: આજથી સિટી બસની સવારી બની મોંઘી, ટિકિટના દરોમાં ભાવ વધારો લાગુ, જુઓ Video

|

Apr 02, 2024 | 2:56 PM

વધતી મોંઘવારી વચ્ચે વડોદરાવાસીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. વડોદરામાં આજથી સિટી બસની સવારી મોંઘી થઈ છે. સિટી બસની ટિકિટના દરોમાં ભાવ વધારાનો અમલ શરૂ થઈ ગયો છે.

વધતી મોંઘવારી વચ્ચે વડોદરાવાસીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. વડોદરામાં આજથી સિટી બસની સવારી મોંઘી થઈ છે. સિટી બસની ટિકિટના દરોમાં ભાવ વધારાનો અમલ શરૂ થઈ ગયો છે.

અત્યાર સુધી વડોદરામાં સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયા હતુ જે વાધારીને 7 રૂપિયા કરવામાં આવ્યું છે. સિટી બસના સંચાલકોનું કહેવું છે કે ઈંધણના ભાવમાં વધારાના કારણે બસ સંચાલકોને નુક્સાની વેઠવી પડતી હતી..પરિણામે ઘણા સમય બાદ અમે ટિકિટના ભાવ વધાર્યા છે.

આ પણ વાંચો- સી આર પાટીલે ક્ષત્રિય સમાજની માગી માફી, મોટું મન રાખી રુપાલાને માફ કરવા કરી વિનંતી, જુઓ Video

વડોદરા શહેરમાં રોજ એક લાખથી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે. શહેરના વિવિધ રૂટ પર અંદાજિત 130 જેટલી સિટી બસ દોડી રહી છે. વિદ્યાર્થીઓ. નોકરિયાત, વરિષ્ઠ નાગરિકો અવર-જવર માટે સિટી બસનો વ્યાપક ઉપયોગ કરે છે ત્યારે આવામાં આ ભાવ વધારો મુસાફરો માટે બોજ વધારાશે. મુસાફરોનું કહેવું છે કે ભાવ વધારા સામે મુસાફરોને પણ વધુ સુવિધા મળવી જોઈએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video