વડોદરા (Vadodara)માં પોલીસ અને કાયદાનો જાણે લોકોને ડર જ ન રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. વડોદરાના પાદરા (Padara)માં એક કાર ચાલકે પોલીસ કર્મી (Police) પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટના સામે આવી છે. લોકો બિન્દાસ્ત બનીને પોલીસ અને કાયદાના ડર વગર ફરી રહ્યા છે. વડોદરાના પાદરામાં પોલીસ કર્મીઓ તેમની ફરજ પર હતા. પોલીસ કર્મીઓ આવતા જતા શકમંદ વ્યક્તિઓની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન એક કાર આવતી પોલીસ કર્મીઓને દેખાય છે.
ઊભેલા પોલીસ કર્મીઓ પૈકી એક આ કારને હાથ બતાવીને રોકવાનો પ્રયાસ કરે છે. જોકે કાર ચાલકને જાણે કઈ પડી જ ન હોય તેમ તે પોલીસની ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. લોકોની સુરક્ષા અને સલામતી માટે જે પોલીસકર્મીઓ લોકો પાસે અમલ કરાવવાનો પ્રયાસ કરે છે. તે કાયદા અને પોલીસનો આદર જ ન હોય તેવુ આ વીડિયોમાં જોવા મળે છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે કાર ચાલક બ્રેક લગાવવાના બદલે સ્પીડ વધારી કારને આગળ જવા દે છે. કાર ચાલકનું આવુ કૃત્યુ જોયા બાદ પોલીસકર્મી તેનો પીછો કરે છે અને તેને રોકે છે. ત્યારબાદ પણ કાર ચાલકની દાદાગીરી ઓછી ન થતી હોય તેવુ વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, નવા 16,617 કેસ નોંધાયા, 19 મૃત્યુ
આ પણ વાંચો- Tapi: વ્યારા તાલુકાના ઝાંખરી ગામે વનવિભાગના મહિલા કર્મચારી સાથે બબાલ, 3 સામે ફરિયાદ નોંધાઈ