Vadodara: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યો BAPSનો સ્વયંસેવક જીલ પટેલ, આ રીતે કરી રહ્યો છે વિદ્યાર્થીઓની મદદ

જીલ યુક્રેનના ઓડેસા સિટીમાં ઓડેસા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં 6 વર્ષ અભ્યાસ કરી એક મહિના પહેલા જ ભારત પરત ફર્યો છે. યુદ્ધ ચાલુ થયા બાદ જીલે વોટ્સએપ ગ્રુપ બનાવી યુક્રેનની અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને આ ગ્રુપમાં એડ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 9:11 AM

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war)ની સ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનમાં હજુ પણ અનેક ભારતીય વિદ્યાર્થીઓ (Indian students) ફસાયેલા છે. જેમને પરત લાવવા ભારત સરકાર તો પુરતા પ્રયત્ન કરી જ રહી છે, સાથે કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે પણ આ કાર્યમાં જોડાયા છે. વડોદરા (Vadodara)ના ડભોઇ તાલુકાના BAPSના સ્વયંસેવક જીલ પટેલે પણ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની બનતી મદદ કરવાનું બીડુ ઝડપ્યુ છે.

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં હજુ પણ અનેક ભારતીય નાગરિકો ફસાયા છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણમાં રહેતા BAPS સ્વયંસેવક જીલ પટેલે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરી રહ્યો છે. જીલ પટેલે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરવા માટે મિશન ગંગા નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ છે. આ વોટ્સએપ ગ્રુપ થકી જીલ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. આ વિદ્યાર્થીઓ સુધી જરુરિયાતની વસ્તુઓ પહોંચાડવાથી લઇને તેમને યુક્રેનની જુદા જુદા દેશોની બોર્ડરથી ભારત પરત લાવવાની કામગીરીમાં જીલ મદદ કરી રહ્યો છે.

જીલ યુક્રેનના ઓડેસા સિટીમાં ઓડેસા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં 6 વર્ષ અભ્યાસ કરી એક મહિના પહેલા જ ભારત પરત ફર્યો છે. યુદ્ધ ચાલુ થયા બાદ જીલે વોટ્સએપ ગ્રુપ બનાવી યુક્રેનની અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને આ ગ્રુપમાં એડ કર્યા છે. જીલે આ ગ્રુપમાં BAPS સ્વામિનારાયણ યુરોપિયન યુનિયનના સ્વયંસેવકો, અધિકારીઓ, ફસાયેલ ભારતીય વિદ્યાર્થીઓ સહિતને એડ કર્યા છે. સાથે જ આ વિદ્યાર્થીઓને રોમાનીયા, હંગેરી, સ્લોવાકીયા, પોલેન્ડની બોર્ડર સુધી પહોચાડવા BAPS સ્વામિનારાયણ યુરોપિયન યુનિયનની મદદ મળે તેવો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો-

Vadodara: પ્રજા અને પોલીસ વચ્ચે સેતુ બાંધવા માટેનો નવો અભિગમ, પોલીસની માઉન્ટેડ શાખા આપી રહી છે ઘોડેસવારીની તાલીમ

આ પણ વાંચો-

Ahmedabad: હોળી-ધૂળેટીનો તહેવાર નજીક હોવાથી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક, ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં હાથ ધર્યુ ચેકિંગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">