Vadodara : ભાજપ યુવા મોરચા પ્રમુખની જાહેર રસ્તા પર મારામારી ! જુઓ Video

| Edited By: | Updated on: Oct 20, 2023 | 10:32 AM

વડોદરામાં ફરી એકવાર છૂટ્ટા હાથની મારમારીની (Fight) ઘટના સામે આવી છે . આ વખતે મારમારી સાથે દાદાગીરીનો આરોપ ભાજપના (BJP) યુવા મોરચાના પ્રમુખ પર જ લાગ્યો છે. આમ તો ભાજપ પ્રમુખ એક પ્રતિનિધિ કહેવાય, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે એક યુવા પ્રમુખ માટે શરમજનક કહી શકાય. વડોદરાના અક્ષર ચોક પાસે વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે ભાજપ યુવા પ્રમુખ રોષે ભરાઇ ગયા હતા અને એક વ્યક્તિ સાથે જાહેરમાં રસ્તા વચ્ચે મારામારી કરવા લાગ્યાં હતા.

Vadodara : વડોદરામાં ફરી એકવાર છૂટ્ટા હાથની મારમારીની (Fight) ઘટના સામે આવી છે . આ વખતે મારમારી સાથે દાદાગીરીનો આરોપ ભાજપના (BJP) યુવા મોરચાના પ્રમુખ પર જ લાગ્યો છે. આમ તો ભાજપ પ્રમુખ એક પ્રતિનિધિ કહેવાય, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે એક યુવા પ્રમુખ માટે શરમજનક કહી શકાય.

આ પણ વાંચો-Mehsana Auction Today : મહેસાણાના કડીમાં ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે ઇ હરાજીની વિગત

વડોદરાના અક્ષર ચોક પાસે વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે ભાજપ યુવા પ્રમુખ રોષે ભરાઇ ગયા હતા અને એક વ્યક્તિ સાથે જાહેરમાં રસ્તા વચ્ચે મારામારી કરવા લાગ્યાં હતા. પાર્થ પુરોહિતે જાહેર રસ્તા પર એક વ્યક્તિ સાથે છૂટાહાથની મારામારી કરી હતી. ભાજપ યુવા પ્રમુખ પર પ્રત્યક્ષદર્શીએ દાદાગીરીનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 20, 2023 10:03 AM