Vadodara : સાવલીમાં બુટલેગર રાજ ! દારૂ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહેલી પોલીસ વિરૂદ્ધ જનતાનું હલ્લાબોલ

|

Dec 07, 2022 | 8:19 AM

સાવલી તાલુકા પંચાયત, સાવલી જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના, જૂના બસ ડેપો અને સાવલી પોલીસ મથકની બાજુમાં જાહેર દિવાલો પર પોલીસની કામગીરી પર શંકા ઉપજાવતા સૂત્રો લખવામાં આવ્યા છે.

વડોદરાના સાવલીમાં દારૂ પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહેલી પોલીસ વિરૂદ્ધ જનતાએ હલ્લાબોલ કર્યો છે. જાહેર દિવાલો પર લોકોએ પોલીસ વિરૂદ્ધ સૂત્રો લખતાં પોલીસની ભારે ફજેતી થઈ છે. પોલીસ વિરૂદ્ધ લખાણના પોસ્ટર જુદા-જુદા સ્થળે લગાવવામાં આવ્યા છે. જેમાં સાવલી તાલુકા પંચાયત, સાવલી જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના, જૂના બસ ડેપો અને સાવલી પોલીસ મથકની બાજુમાં જાહેર દિવાલો પર પોલીસની કામગીરી પર શંકા ઉપજાવતા સૂત્રો લખવામાં આવ્યા છે. જેને લઈ સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે.

વડોદરામાં બુટલેગરો બન્યા બેફામ

આપને જણાવી દઈએ કે,આ પહેલા વડોદરાની અંબે વિદ્યાલયમાં ભણતા ધોરણ-7ના વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. જેને પગલે DEO કચેરીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એજ્યુકેશન ઇન્સપેક્ટરે આચાર્ય અને શાળા સંચાલકો પાસેથી માહિતી મેળવી હતી.  આ તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું, અમારી તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, વિદ્યાર્થીઓ સગીર હોવાથી વાલીઓને બોલાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ. આ ચાર વિદ્યાર્થીને હાલ શાળામાંથી સસ્પેન્ડ કરાયા છે.

Next Video