Vadodara : ગણેશ ઉત્સવને લઇને પોલીસનું જાહેરનામુ, 9 ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ, જૂઓ Video

| Edited By: | Updated on: Aug 01, 2023 | 9:34 AM

ગણેશ ઉત્સવમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા (Statue) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Vadodara : વડોદરામાં ગણેશ ઉત્સવને (Ganesh Utsav) લઇને પોલીસ વિભાગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ગણેશ ઉત્સવમાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા (Statue) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાના સ્થાપન પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. માટીની 9 ફૂટની ગણેશ પ્રતિમાનું ગણેશ ભક્તો સ્થાપન કરી શકશે.

આ પણ વાંચો-Gujarati Video : તિસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી

જો કે બીજી તરફ ગણેશ પ્રતિમાની ઊંચાઇને લઇને વિવાદ વકરે તેવી શક્યતા છે. મૂર્તિકારો અને આયોજકો જાહેરનામાનો વિરોધ કરે તેવી શક્યતા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે.

પોલીસ પરિપત્રમાં શું ?

  • 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા, સ્થાપન પર પ્રતિબંધ
  • ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે
  • POP કે ફાયબરની 5 ફૂટથી ઊંચી પ્રતિમાનું સ્થાપન નહીં કરી શકાય
  • 5 ફૂટથી ઊંચી POP કે ફાયબરની મૂર્તિ બનાવવા કે વેચવા પર પણ પ્રતિબંધ
  • માટી કે POPની મૂર્તિઓનું VMC નિર્મિત કૃત્રિમ તળાવોમાં જ વિસર્જન કરી શકાશે
  • પોલીસ મંજૂરી સિવાયના ઓવારા પર મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય
  • મૂર્તિઓની બનાવટ કે વેચાણ સ્થળે ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું પડશે
  • બનાવટ કે વેચાણ દરમિયાન ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં નહીં મુકી શકાય
  • ધાર્મિક લાગણી દુભાય તેવા ચિહ્નો કે નિશાન વાળી મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ
  • ધાર્મિક લાગણી દુભાતી મૂર્તિ બનાવવી, વેચવી કે સ્થાપના નહીં કરી શકાય
  • વિસર્જન બાદ તમામ પંડાલો એક જ દિવસથી વધુ સમય નહીં રાખી શકાય

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો