Gujarati Video : તિસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી
સેશન્સ કોર્ટે તાજેતરમાં સેતલવાડની આરોપમુક્ત કરવાની અરજી ફગાવી દીધી હતી. ત્યારે હવે તિસ્તા સેતલવાડે સોમવારે હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા અપીલ કરી છે.
Teesta Setalvad Case : ગુજરાતમાં 2002માં થયેલ ગોધરા રમખાણો (Godhra riots) સંબંધિત ખોટા દસ્તાવેજો તેમજ પુરાવાઓ ઘડી સરકાર અને તત્કાલીન CMને બદનામ કરવા મામલે SIT દ્વારા તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ફરિયાદ રદ કરવા માટે તિસ્તા સેતલવાડે ફરી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તિસ્તા સેતલવાડે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે.
સેશન્સ કોર્ટે તાજેતરમાં સેતલવાડની આરોપમુક્ત કરવાની અરજી ફગાવી દીધી હતી. ત્યારે હવે તિસ્તા સેતલવાડે સોમવારે હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા અપીલ કરી છે, જે અંગે આગામી થોડા દિવસોમાં સુનાવણી થાય તેવી શક્યતા છે.
Latest Videos