વડોદરાના સરાર ગામે યુવાનને મગર ખેંચી ગયો, ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી, જુઓ Video
28 વર્ષીય યુવાન સરાર ગામ પાસેથી પસાર થતી રંગાઈની ખાડી પાસેથી પસાર થતો હતો. ત્યારે અચાનક મગરે યુવાન પર તરાપ મારી હતી અને યુવાનને પાણીના વહેણમાં ખેચીને રંગાઈ ખાડીમાં જતો રહ્યો હતો.
Vadodara : વડોદરાના સરાર ગામે (Sarar village) યુવાનને મગર ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવાન સરાર ગામ પાસેથી પસાર થતો હતો. રંગાઈની ખાડી પાસેથી અચાનક મગરે તરાપ મારી યુવાનને પાણીના વહેણમાં ખેચીને લઈ ગયો. ગામ લોકોને ખબર પડતાં જ વડોદરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. વડોદરા ફાયર વિભાગની ટીમોએ યુવાનની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો Vadodara : ખુલ્લી ડ્રેનેજમાં પડ્યો યુવક, રાહદારીઓએ જહેમત ઉઠાવી યુવકને બહાર કાઢ્યો, જુઓ Video
મળતી માહિતી અનુસાર દિલીપ પરમાર નામનો અંદાજિત 28 વર્ષીય યુવાન સરાર ગામ પાસેથી પસાર થતી રંગાઈની ખાડી પાસેથી પસાર થતો હતો. ત્યારે અચાનક મગરે યુવાન પર તરાપ મારી હતી અને યુવાનને પાણીના વહેણમાં ખેચીને રંગાઈ ખાડીમાં જતો રહ્યો હતો. ગામ લોકોને જાણ થતાં વડોદરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos