વડોદરામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ, જુઓ Video

|

Apr 27, 2024 | 10:58 PM

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સભાઓ ઘમરોળ્યા બાદ અમિત શાહે મધ્ય ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરામાં ઝંઝાવાતી પ્રચાર કર્યો. લોકસભા ચૂંટણીમાં હેટ્રિક સાથે 400 પારના લક્ષ્યાંકને પાર પાડવા. અમિત શાહ ભાજપ ઉમેદવારોના સમર્થનમાં રોડ શો થકી પ્રચાર કર્યો. આ દરમ્યાન તેમણે નિવેદનમાં કહ્યું રૂપાલા એકવખત માફી માગી ચૂક્યા છે, હવે ક્ષત્રિય સમાજે વિચારવાનું છે કે શું કરવું.

લોકસભા ચૂંટણી પહેલા આજે ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર માંટે વડોદરા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રોડ શો કર્યો જેમાં લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને અમિત શાહનું અભિવાદન કર્યું. તો, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ જોડાયા. મહત્વનું છે, લોકસભા ચૂંટણીમાં ફરીથી ભાજપ જીતીને રેકોર્ડ કાયમ કરે, તેમજ નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને તે માટે ભાજપને જ મત આપવા શાહ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : ગુજરાત ATS અને NCBનું મોટું ઓપરેશન, ગુજરાતમાં ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી, 13 આરોપીની ધરપકડ

આ દરમ્યાન અમિત શાહે Tv9 સાથે વાતચીત કરી. TV9ના સવાલના જવાબમાં અમિત શાહે રૂપાલા વિવાદ મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું.તેમણે કહયું, ક્ષત્રિય સમાજ અને પરશોત્તમ રૂપાલા એકવખત માફી માગી ચૂક્યા છે, હવે ક્ષત્રિય સમાજે વિચારવાનું છે કે શું કરવું. ગોધરામાં જાહેરસભાને સંબોધ્યા બાદ અમિત શાહ વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ રોડ શો દ્વારા પ્રચંડ પ્રચાર કર્યો. પ્રચાર દરમિયાન TV9 સાથેની વાતચીતમાં શાહે ગુજરાતની તમામ 26 બેઠકો પર હેટ્રિક મારવાનો દાવો કર્યો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:31 pm, Sat, 27 April 24

Next Video