AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડના આરોપીઓને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવશે

VADODARA : ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડના આરોપીઓને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 10:45 PM
Share

ઉત્તરપ્રદેશ ધર્માંતરણ પ્રકરણની તપાસ કરી રહેલ ઉત્તર પ્રદેશ એટીએસની તપાસને કારણે સામે વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટનું નામ ખૂલ્યું હતું.

VADODARA : ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડના આરોપીઓને ટૂંક સમયમાં યુપીથી વડોદરા લાવવામાં આવશે. ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડના આરોપીઓ સલાઉદ્દીન શેખ તથા ઉંમર ગૌતમને આગામી સપ્તાહે વડોદરા લાવવામાં આવશે, આ માટે ઉત્તરપ્રદેશની કોર્ટે લીલીઝંડી આપી છે. આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન શેખ, શાહનવાઝ પઠાણ તથા મોહંમદ મન્સૂરીના સિમી સાથે સંકળાયેલ વ્યક્તિઓ સાથે સંપર્ક ખુલ્યા છે. પ્રતિબંધિત સંગઠન સિમી અને આફમી વચ્ચે કોઈ નાણાકીય વ્યવહાર થયા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
સલાઉદ્દીનને યુકેથી ફન્ડિંગ કરનાર આલ્ફાલાહ ટ્રસ્ટના ટ્રસ્ટી યુકે સ્થિત અબ્દુલ્લા ફેફડાંવાળાને 18 મીએ હાજર થવા SITએ સમન્સ આપ્યું છે.

ઉત્તરપ્રદેશ ધર્માંતરણ પ્રકરણની તપાસ કરી રહેલ ઉત્તર પ્રદેશ એટીએસની તપાસને કારણે સામે વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટનું(Afmi Charitable Trust) નામ ખૂલ્યું હતું. જેના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દ્વારા વિદેશથી હવાલા મારફતે મોટી રકમ મેળવી ટ્રસ્ટના હેતુઓ વિરુદ્ધ રકમના ગેરકાયદે ઉપયોગ મામલે તપાસ ચાલી રહી છે.

વડોદરા શહેર એસઓજી દ્વારા નાગરવાડાની મસ્જિદ સાથે સંકળાયેલા છ શખ્સોની ગત મહીને બે દિવસ પણ પૂછપરછ કરી હતી.ધર્માંતરણ પ્રકરણની તપાસ કરી રહેલી ઉત્તર પ્રદેશ એટીએસ વડોદરા આવીને ગુજરાત એટીએસની મદદથી સ્કાઉદ્દીન શેખને ઝડપી ગઈ હતી.

આ પણ વાંચો : જો બાઈડનને બચાવનાર વ્યક્તિએ 2008માં અફઘાનિસ્તાન છોડી દીધું, જાણો કે તે કોણ છે આ વ્યક્તિ અને તેણે કેવી રીતે બચાવ્યો પરિવારનો જીવ

આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 13 ઓક્ટોબરે કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી

g clip-path="url(#clip0_868_265)">