બનાસકાંઠા : ભૂગર્ભ જળ ઊંડા જતાં ખેડૂતો ત્રાહીમામ, નવા બોરવલ બનાવવા મજબૂર
બનાસકાંઠા (BanasKantha)જિલ્લામાં અત્યારે ઉનાળો આકરો બનતા જ પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઊંડા જતા ભૂગર્ભજળનું પરિણામ હવે ખેડૂતો દેખી રહ્યા છે.
બનાસકાંઠા (BanasKantha) જિલ્લામાં ભૂગર્ભ જળ સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઊંડા જતા ભૂગર્ભજળના કારણે બોરવેલ(Borewell) ફેલ થઈ રહ્યા છે. જ્યારે પાણી (Water) ન હોવાથી પશુપાલન અને ખેતી કઈ રીતે કરવી તે ખેડૂતો (Farmers) માટે સૌથી મોટો પ્રશ્ન એ બન્યો છે. લાખો રૂપિયા ખર્ચી ખેડૂતો બોરવલ તો બનાવે છે. પરંતુ ભૂગર્ભમાં પાણી ન હોવાથી ખેડૂતો ત્રાહિમામ છે.
બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જિલ્લાના તમામ લોકો આ વ્યવસાય થકી જ પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ઉનાળો આકરો બનતા જ પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઊંડા જતા ભૂગર્ભજળનું પરિણામ હવે ખેડૂતો દેખી રહ્યા છે. ડેમ અને તેની આસપાસના વિસ્તારોમાં પાણીના તળ પાંચસોથી હજાર ફૂટ ઊંડા જઈ રહ્યા છે. જેના કારણે બોરવેલ પાણી સુકાઈ રહ્યા છે. અનેક ખેતરોમાં બોરવેલ ફેલ થઈ જતાં ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી તે મુશ્કેલી બની છે. મોટાભાગના બોરવેલ ફેલ થઈ જવાથી ખેડૂતો લાખો રૂપિયા ખર્ચી નવા બોરવેલ બનાવવા માટે મથી રહ્યા છે. પરંતુ ભૂગર્ભમાં પાણી જ ન હોવાથી લાખો રૂપિયાનો ખર્ચે ખેડૂતના માથે આવે છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા ધાનેરા દાંતીવાડા પાથાવાડા લાખણી પાલનપુર અને વડગામ પંથકમાં ભૂગર્ભજળ એક હજાર ફૂટ કરતાં નીચે ગયા છે. પાણી માટે અનેક આંદોલનો પણ થઈ રહ્યા છે. પાણીની માંગ સાથે આંદોલનનો થવા છતાં પણ સરકાર પાણીના પ્રશ્ને ગંભીરતાથી લેતી નથી. સ્થાનિક આગેવાનોની માંગ છે કે સરકાર ભૂગર્ભજળ ઊંચા આવે તેમજ પશુપાલન માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરે. જો આ પ્રકારના આયોજનમાં સરકારની નિષ્ફળ રહેશે તો આગામી સમયમાં પાણી માટેના આંદોલન વધુ ઉગ્ર બનશે.