Rajkot Breaking News: રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું થયુ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 04, 2026 | 12:29 PM

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં માત્ર બે કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર ગામ જળબંબાકાર બની ગયું છે. ધોધમાર વરસાદના કારણે ગામમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.

ગામ તરફ જતા રસ્તાઓ ધોવાયા, સંપર્ક તૂટ્યો

ભારે વરસાદને કારણે ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉપલેટા-લાઠ, ભીમોરા અને મજેઠી તરફ જતા માર્ગો પર ધોવાણ થતાં લાઠ ગામનો સંપર્ક અન્ય વિસ્તારો સાથે તૂટી ગયો છે. માર્ગો બંધ થતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડાઇવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ

વરસાદના કારણે ડાઇવર્ઝનનું પણ ભારે ધોવાણ થયું છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. રસ્તા પર પડેલા મોટા ખાડામાં એસટી બસ ખૂંચી જતાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Gujarat Weather Forecast: આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવના એંધાણ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

Follow Us