રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટવાની ભીતિ, ખેડૂતોને મોટી ખોટ

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટવાની ભીતિ, ખેડૂતોને મોટી ખોટ

| Edited By: | Updated on: Nov 01, 2026 | 10:06 PM

રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદે ફૂલોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગુલાબ, ગલગોટા સહિતના ફૂલો ખરી પડતાં ખેડૂતો 70% ઉત્પાદન ઘટવાની આશંકા સેવી રહ્યા છે. દિવાળી પૂર્વે આવેલા માવઠાથી ખેડૂતો અને ફૂલ વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં ફૂલોની અછત સર્જાતા ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ફૂલની ખેતી કરતા ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચાલુ વર્ષે શરૂઆતમાં ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ફૂલના છોડને પૂરતું પાણી મળ્યું નહોતું. ત્યારબાદ અસહ્ય ગરમી પડતા અનેક ખેતરોમાં ફૂલના છોડ બળી ગયા. જેના કારણે ખેડૂતોને પહેલેથી જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યાં હવે અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વરસાદના કારણે ફૂલના છોડને નુકસાન થયું છે, જ્યારે છોડ પર આવેલી ફૂલની કળીઓ અને ફૂલ ખરી જતાં ઉત્પાદન પર સીધી અસર પડી છે. ગુલાબ, ડોલર, ગેલાર્યા અને ગલગોટા સહિતના વિવિધ ફૂલોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ફૂલના ઉત્પાદનમાં અંદાજે 70 ટકા સુધીનો ઘટાડો થવાની ભીતિ છે.

ખેડૂતોની સાથે હવે ફૂલના વેપારીઓને પણ તેની અસર વર્તાઈ રહી છે. ફૂલની ખેતીમાં નુકસાન થવાના કારણે બજારમાં ફૂલોની આવક ઘટી છે. જેના કારણે ફૂલના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જે ફૂલ અગાઉ 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, તેના ભાવ હાલ વધીને 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તહેવાર દરમિયાન ફૂલોની માંગમાં વધારો થવાની શક્યતા છે. પરંતુ બીજી તરફ કમોસમી વરસાદના કારણે ઉત્પાદન અને આવક ઘટવાની ભીતિ છે. જેને પગલે દિવાળીના તહેવાર પર ફૂલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. કુદરતી આફતના મારથી ફૂલની ખેતી કરતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ત્યારે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. એક તરફ કુદરતનો માર અને બીજી તરફ ખેતી પાછળ કરેલો ખર્ચ ત્યારે ધોરાજી પંથકના ફૂલ ઉત્પાદક ખેડૂતો માટે આ વર્ષ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો સરકાર સામે આર્થિક સહાયની આશા સાથે મીટ માંડીને બેઠા છે.

“પાટીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે તો…..” ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન- જુઓ Video

Published on: Nov 01, 2026 09:31 PM
Follow Us
Loading...
Unable to load recommendations.