યાત્રાધામ બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ
મહેસાણા જિલ્લાના બહુચરાજી, ઊંઝા, જોટાણા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલાક વિસ્તારમાં કરા વરસ્યા હતા. બહુચરાજીમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કરા સાથે અનેક વિસ્તારોમાં વરસાદને લઈ ખેડૂતોને નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે.
મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ઊંઝા અને જોટાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. યાત્રાધામ બહુચરાજીમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. બહુચરાજીમાં પણ ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. કરા સાથે વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી હતી અને જીરુ, વરીયાળી અને અજમા સહિતના પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી ગઈ
યાત્રાધામ બહુચરાજી અને તેની આસપાસના વિસ્તારમાં કરા વરસ્યા હતા. કરા વરસવાને લઈ ખેડૂતોના જીવ ઉંચા થઈ ચૂક્યા છે. છેલ્લા ત્રણ ચાર માસથી કરેલી મહેનત પર પાણી ફરી વળવા સમાન કમોસમી વરસાદ વરસ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News