આજનું હવામાન : અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યારે પડશે તમારા વિસ્તારમાં કમોસમી વરસાદ, જુઓ Video

આજનું હવામાન : અંગ દઝાડતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યારે પડશે તમારા વિસ્તારમાં કમોસમી વરસાદ, જુઓ Video

| Updated on: May 01, 2025 | 7:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. બીજી તરફ કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વર્તાશે. કેટલાક શહેરોમાં તો તાપમાનનો પાસે 44 ડિગ્રીને પાર જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે પણ રાજ્યમાં હીટવેવનો પ્રકોપ જોવા મળ્યો છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના શહેરોમાં હીટવેવની અસર જોવા મળી શકે છે.

કમોસમી વરસાદની આગાહી

કાળઝાળ ગરમી બાદ કમોસમી વરસાદ નાગરિકો સાથે ખેડૂતોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગે ત્રીજી મેથી છઠ્ઠી મેની વચ્ચે માવઠાની આગાહી કરી છે. ત્રીજી મેએ કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી છે.ચોથી મેના રોજ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. પાંચમી અને છઠ્ઠી મેના રોજ રાજ્યના અનેક જિલ્લામાં માવઠું મુશ્કેલી વધારી શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતના અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અરવલ્લી,બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ગાંધીનગર, જુનાગઢ, કચ્છ, પંચમહાલ, તાપી સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો