Breaking News : ગુજરાતના 168 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, 14 લોકોના મોત, જુઓ Video

Breaking News : ગુજરાતના 168 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, 14 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: May 06, 2025 | 2:23 PM

ગુજરાતના 168 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદથી રાજ્યમાં 24 કલાકમાં 13 લોકોના મોત નિપજ્યાં છે. ત્રણ લોકોના મોત વીજળી પડવાથી થયા છે. ચાર લોકોના મોત વૃક્ષ પડવાથી મોત થયા છે. મકાનના ભાગ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતના 168 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદથી રાજ્યમાં 24 કલાકમાં 13 લોકોના મોત નિપજ્યાં છે. ત્રણ લોકોના મોત વીજળી પડવાથી થયા છે. ચાર લોકોના મોત વૃક્ષ પડવાથી મોત થયા છે. મકાનના ભાગ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.

હોર્ડિંગ્સ પડવાથી બેના મોત થયા છે. જ્યારે 2 લોકોના કરન્ટ લાગવાથી જીવ ગુમાવ્યો છે. જો છેલ્લા 48 કલાકમાં કુલ 14ના મોત થયા છે. જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. માવઠાથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં 26 પશુઓના મોત થયા છે.

રાજ્યના 168 તાલુકામાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહી વચ્ચે રાજ્ય સરકારની અપીલ કરી છે. લોકોને બિન જરુરી મુસાફરી ન કરવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની સ્થિતિમાં સલામત સ્થળે જ રહેવા સૂચના આપવામાં આવી છે.

અનિવાર્ય સંજોગોમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્કની સૂચના આપવામાં આવી છે. અનિવાર્ય સંજોગોમાં જરુર જણાય તો લોકોને ડિસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-1077 તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-1070નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો