આજનું હવામાન : કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Apr 29, 2025 | 7:46 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ નાગરિકોને ગરમીથી છૂટકારો નહીં મળે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. આગામી બે દિવસમાં ગરમીનો આકરો પ્રકોપ જોવા મળશે. તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ નાગરિકોને ગરમીથી છૂટકારો નહીં મળે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. આગામી બે દિવસમાં ગરમીનો આકરો પ્રકોપ જોવા મળશે. હવમાન વિભાગની આગાહી મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ હિટવેવના ભરડામાં આવી શકે છે. આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

કમોસમી વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. 30 એપ્રિલ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વંટોળ સાથે વરસાદની શક્યતા છે.આ વિસ્તારોમાં ગાજવીજ અને વંટોળ સાથે વરસાદની શક્યતા છે.આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી અને લોકો શેકાતા હોય જ્યારે કે અન્ય ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

ગુજરાતના અમદાવાદ, અમરેલી, ખેડા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 45 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, નર્મદા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો