માવઠાથી પાકને વ્યાપક નુકસાનથી ખેડૂતોના હાલ બેહાલ, સરકાર પાસે સહાય નહીં કૃષિ ધિરાણ માફ કરવાની કરી માગ, જુઓ Video
ભાવનગરમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. ભાવનગરના મહુવા, શિહોર, તળાજા, અને ઘોઘાના અનેક ગામડાઓ ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. મગફળી, કપાસ સહિતો પાકમાં ભારે નુકસાની છે.
ભાવનગરમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. ભાવનગરના મહુવા, શિહોર, તળાજા, અને ઘોઘાના અનેક ગામડાઓ ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો છે. મગફળી, કપાસ સહિતો પાકમાં ભારે નુકસાની છે. તેમજ અનેક ખેડૂતોને આશા હતી કે પાક વેચી દીકરીના લગ્ન કરાવશે. સંતાનોની સ્કૂલ-કોલેજની ફી ભરશે. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધુ છે. કુદરતના કોપ સામે જગત આખાનું પેટ ભરનાર જગતનો તાત પણ લાચર બન્યો છે. સરકારે સરવે કરી સહાયની વાત તો કરી છે. પરંતુ આવી વિકટ સ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સહાય નહીં લોન માફીની માગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં પણ શિયાળાની શરુઆતમાં ધોધમાર વરસાદ વરસતા પાકમાં વ્યાપક નુકસાન થયું છે. જેના પગલે અનેક વિસ્તારોમાં સરકાર દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ ભાવનગર પંથકના ખેડૂતો સરકાર પાસે સરવેની નહીં લોન માફીની માગ કરી રહ્યાં છે.
