અમદાવાદની વિદ્યાર્થિનીએ બનાવ્યુ અનોખુ વોટર પ્યોરીફાયર, ઇલેક્ટ્રીસટી વગર એક સેકન્ડમાં શુદ્ધ પાણી મળશે

| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:59 AM

વિદ્યાર્થિની લિપીએ આ ડિવાઈસને ઓર્ગેનિક વોટર પ્યોરિફાયરનું નામ આપ્યું છે. ટ્રાવેલિંગ કે ટ્રેકિંગ માટે જતા લોકોને ધ્યાને રાખીને લિપીએ આ ખાસ ડિવાઈઝ બનાવ્યું છે.

અમદાવાદ(Ahmedabad)ની એક વિદ્યાર્થીની(Student)એ મેડ ઇન ઇન્ડિયાનું સૂત્ર સાર્થક કર્યું છે. અને એક એવું મશીન વિકસાવ્યું કે જેની મદદથી લોકો 1 સેકન્ડમાં શુદ્ધ પાણી(Pure water) મેળવી શકશે. નવાઇની વાત તો એ છે કે ઇલેક્ટ્રીસિટી અને યુવી વગર આ મશીનમાં શુદ્ધ પાણી મળશે

સાંભળીને નવાઇ લાગશે કે પણ આ ડિવાઈસ ગુજરાત યુનિવર્સીટીના બાયોકેમેસ્ટ્રી વિભાગમાં અભ્યાસ કરતી લિપી પુજારાએ બનાવ્યું છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી લિપિ પુજારાએ આ શક્ય કરી બતાવ્યું છે. આ ડિવાઈસ RO જેવું છે પણ ROની જેમ આ મશીન માટે ન તો વીજળીની જરૂર છે ન તો યુવી લાઈટની. આ ડિવાસઈસમાં ચોક્કસ પ્રકારના પથ્થર, માટી, ચારકોલ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લિપિ પૂજરાનો દાવો છે કે તેણે બનાવેલા મશીનમાં પાંચ મેથડ માંથી પાણી પસાર કરી અશુદ્ધમાંથી શુદ્ધ કરી શકાય છે. લિપીએ આ ડિવાઈસને ઓર્ગેનિક વોટર પ્યોરીફાયરનું નામ આપ્યું છે. ટ્રાવેલિંગ કે ટ્રેકિંગ માટે જતા લોકોને ધ્યાને રાખીને લિપીએ આ ખાસ ડિવાઈઝ બનાવ્યું છે.

લિપિ પુજારા બાયોકેમેસ્ટ્રી વિભાગમાં પી.એચડીનો અભ્યાસ કરે છે. તેણે દોઢ વર્ષ પહેલા રિસર્ચ શરૂ કર્યું હતુ. લિપી પુજારાએ દોઢ વર્ષના રિસર્ચના અંતે હવે આ ડિવાઈસ બનાવ્યું છે. લિપીનો દાવો છે કે આ ડિવાઈસ અશુદ્ધ પાણીમાંથી બેક્ટેરિયાનો પણ નાશ કરે છે અને પાણીમાં રહેલી અશુદ્ધિઓને પણ દૂર કરે છે. ટ્રાવેલિંગ દરમિયાન ક્યારેક શુદ્ધ પાણી નથી મળતું અને તેવા સમયે નદી કે ઝરણાના પાણીને આ ડિવાઈસમાં ગાળીને પીવાથી કોઈ પણ પ્રકારના રોગ ન થતા હોવાનો દાવો પણ લિપીએ કર્યો છે.

લિપિ પુજારાએ બનાવેલા મશીનની હાલ તે ટ્રાયલ ચાલી રહી છે. લિપિનો દાવો છે કે તે આગામી 3 થી 4 મહિનામાં આ મશીન બજારમાં મુકાશે. જેથી ખાસ ટ્રાવેલિંગ કરતા લોકોને જે જગ્યા પર શુદ્ધ પાણી નથી મળતું તે લોકો આ મશીનથી શુદ્ધ પાણી ત્વરિત મેળવી શકશે અને તે પણ નહિવત ખર્ચ કરીને.

આ પણ વાંચો-

આ કેવી સુવિધા? ગુજરાતના 3 હાઇવે વેચી દેવામાં આવશે, હાઈવે ઓથોરિટીએ તૈયારીઓ શરૂ કરી

આ પણ વાંચો-

જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો અનોખો ઇતિહાસ છે, જાણો આ તળાવ કેમ ખાસ છે