Gir somnath: પ્રભાસ પાટણમાં હોળી દહનની અનોખી પરંપરા, યુવાનો જોર જોરથી બોલે છે કેટલાક શબ્દો, જાણો શું બોલતા હોય છે આ યુવાનો

|

Mar 18, 2022 | 11:02 AM

પ્રભાસ તીર્થમાં હોળીનો પર્વ વર્ષોથી સમસ્ત હિંદુ સમાજ ભેગો થઇને ઉજવે છે. મિત્રમંડળ દવારા સાત દિવસ પહેલા ખેતરની માટી લઇને તેને પલાડી રાખવામા આવે છે. હોળીના આગળના દિવસે આ માટીથી કાલભૈરવની મૂર્તિ બનાવવામા આવે છે.

ગીર-સોમનાથ (Gir somnath) ના પ્રભાસ તીર્થમાં અનોખો હોલિકા દહન ઉત્સવ ઉજવવામાં આવે છે. હોળી (Holi) દહન સમયે યુવાનો દ્વારા જોર-જોરથી કેટલાક શબ્દો બોલવાની પરંપરા છે. વાસ્તવમાં આ શબ્દો નહીં સંસ્કૃત ભાષા (Sanskrit language)માં ફાગના ઉચ્ચારણ હોય છે. જેના થકી ભગવાન ભૈરવનાથને આગામી વર્ષે વરસાદ સારો આવે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિની સૌથી મોટુ ગૌરવા તેના તહેવારો છે. વિશ્વના બધા જ દેશ કરતાં સૌથી વધુ વિવિધતાસભર તહેવાર ભારતમાં ઊજવાય છે. એટલું જ નહીં વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તેની ઉજવણી થાય છે. દરેક તહેવારની પાછળ એક હેતુ છુપાયેલો હોય છે. આવો જ અનોખો હોલિકા દહન ઉત્સવ ગીર સોમનાથના પ્રભાસપાટણમાં પણ ઉજવાય છે. તમને જાણીને નવાઇ લાગશે અહીં હોલીકા દહનના પ્રારંભે મોટા અવાજે કેટલાક શબ્દો બોલાવામાં આવે છે. વાસ્તવમાં આ શબ્દોને ફાગ કહેવામાં આવે છે જે સંસ્કૃત ભાષાનો એક પ્રકારના ઉચ્ચારણ છે અને આ ફાગના ઉચ્ચાર સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.

પ્રભાસ તીર્થમાં હોળીનો પર્વ વર્ષોથી સમસ્ત હિંદુ સમાજ ભેગો થઇને ઉજવે છે. મિત્રમંડળ દવારા સાત દિવસ પહેલા ખેતરની માટી લઇને તેને પલાડી રાખવામા આવે છે. હોળીના આગળના દિવસે આ માટીથી કાલભૈરવની મૂર્તિ બનાવવામા આવે છે. જ્યાં હોળી દહન પહેલા આ સંસ્કૃત શબ્દો બોલવામાં આવે છે અને બાદમાં તેની નજીક જ હોળી દહન કરવામાં આવે છે. આ સમયે ભગવાન ભૈરવનાથને આગામી વર્ષે વરસાદ સારો આવે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉત્સવમાં પ્રભાસપાટણના સર્વે નગરજનો ઉલ્લાસભેર જોડાય છે. તેમજ પ્રભાસપાટણની અન્ય જુદ જુદા વિસ્તારોમાં થતાં હોલીકા ઉત્સવની જયોત પણ રામરાખના હોલિકાઉત્સવમાંથી લઇને જ હોલિકા પ્રજવલીત કરવામાં આવે છે.

આ પણ વાંચો-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી કરી આગાહી, ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે, ચોમાસુ આ મહિનાથી બેસશે

આ પણ વાંચો-

Ahmedabad: AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી, 102 ડિફોલ્ટર્સ પાસેથી અંદાજે 300 કરોડથી વધુનો ટેક્સ બાકી

Next Video