Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે, આગામી 25 વર્ષનું વિઝન ધ્યાન રાખીને અપાયેલું બજેટ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે, “આગામી 25 વર્ષનું વિઝન ધ્યાન રાખીને અપાયેલું બજેટ”

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 7:43 PM

આ સાથે જ મનસુખ માંડવિયાએ ઉમેર્યું કે, "ક્લાઈમેટ ચેન્જને પણ બજેટમાં સમાવીને આગળનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે" "દુનિયામાં ભારત ગ્રીન ઇનિશિએટિવ માટે પીએમ મોદી નામના મેળવી રહ્યા છે" "જેના માટે ગ્રીન હાઇડ્રોજનને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે"

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા (Union Minister Mansukh Mandvia)બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવ્યા છે. આજે તેમણે કમલમ ખાતે પત્રકાર પરિષદમાં (Press conference)દેશમાં કોરોનાની સ્થિતિમાં કેન્દ્રની અસરકારક કામગીરી અંગે વાત કરી. તેમણે કહ્યું કે કોરોનાની સ્થિતી સામે લડવા માટે તબીબી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. દવા સહિતનો પૂરતો સ્ટોક છે. તો રસીકરણ પણ દેશમાં સારા પ્રમાણમાં થયું છે. જેના કારણે જ ત્રીજી લહેરમાં દેશમાં હોસ્પિટલમાં દાખલ થવાનો રેશિયો ઓછો હતો.

તો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કેન્દ્રના બજેટ અંગે પણ વાત કરી. દેશના વિકાસ માટેના અમૃત બજેટની વાત કરી. તેમણે કહ્યું છે. લાંબા ગાળાના વિકાસ માટે અત્યારથી જ તે દિશામાં પ્લાનિંગ કરવું જરૂરી છે. અને આ વખતના સરકારના બજેટમાં તે દિશામાં કામ કરવામાં આવ્યું છે.. દેશનો જીડીપી ગ્રોથ વધારવાની દિશામાં પ્રયાસ કરાયો છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે “અમૃતકાળનું બજેટ એટલે આગામી 25 વર્ષનું વિઝન ધ્યાને રાખીને અપાયેલું બજેટ છે.” “વર્તમાન સમસ્યાઓથી મોઢું ફેરવવાનું નહીં” “આરોગ્ય અને વર્ચ્યુઅલ કરન્સીને સરકારે ઇગ્નોર ન કરીને એડ્રેસ કરી” “ડિજિટલ કરન્સી એટલે કરન્સીને સિક્યોરિટી અપાશે” “આ બજેટ સર્વ સમાવેશક છે અને દરેક વર્ગને માટેનું બજેટ છે” “2013-14માં બજેટ વધ્યું છે, જેને જીડીપી સાથે સીધો સંબંધ છે” “ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં આવે એમ જીડીપી વધે”

 

આ પણ વાંચો : Junagadh: ભવનાથ નજીક ગિરનારના જંગલમાં પ્રેમીએ કરી ગર્ભવતી પ્રેમિકાની હત્યા, જાણો શું હતું કારણ?

આ પણ વાંચો : Surat: ખાસ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો ચોર ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની આ થીયરી કામ કરી ગઈ

Published on: Feb 12, 2022 12:29 PM
g clip-path="url(#clip0_868_265)">