Porbandar Video : મનસુખ માંડવિયા અને દિનેશ ખટારીયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ, કહ્યું આસુરી શક્તિએ હવનમાં હાડકાં હોમવા કર્યો પ્રયત્ન

|

Jun 16, 2024 | 12:17 PM

પોરબંદર લોકસભા બેઠકના સાંસદ સભ્ય મનસુખ માંડવિયા અને સહકારી આગેવાન દિનેશ ખટારીયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો છે.

રાજકીયક્ષેત્રે અવારનવાર નેતાઓ એકબીજા પર આક્ષેપો અને કટાક્ષ કરતા હોય છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના સાંસદ સભ્ય મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો છે. મનસુખ માંડવિયાએ જવાહર ચાવડાનું નામ લીધા વગર જ નિશાન સાધતા કહ્યુ કે કોઈ રીસાણા તો મેં આગેવાનોને કહ્યું કે શું કરશું, તો આગેવાનોએ કહ્યું લડી લેશું.

સહકારી આગેવાન દિનેશ ખટારીયાએ પણ જવાહર ચાવડા પર કટાક્ષ કરતા કહ્યું કે માણાવદર વિધાનસભા અંદર આસુરી શક્તિએ હવનમાં હાડકાં હોમવા ખૂબ પ્રયત્ન કર્યા. તેમજ ભાજપના કાર્યકરોને લોભ-લાલચ પણ આપવામાં આવી છે.

( વીથ ઈનપુટ – વિજયસિંહ પરમાર )

Ahmedabad : રાયપુર દરવાજા નજીક સરનામુ પુછવાના બહાને1 કિલો સોનાની લૂંટ, લૂંટારુઓના CCTV આવ્યા સામે, જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video