કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેસ્ટ ટુ વેલ્થ કાર્યક્રમ અંતર્ગત ગોબરધન યોજનાનો પ્રારંભ કરાવ્યો
આ યોજના અંતર્ગત જૈવિક ખાતર ઉત્પન્ન કરવા માટે છાણનું મેનેજમેન્ટ કરવાનું આયોજન કરાશે.દરેક જિલ્લામાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા અને જૈવ સ્લરીનું મેનેજમેન્ટ કરવા માટે 50 લાખની ગ્રાન્ટ અપાશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દૂધના ઉત્પાદનની કિંમતમાં અને દૂધના પોષણક્ષમ આહારના ભાવ ઘટાડવાની વાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી છે
ગુજરાતની(Gujarat) મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે(Amit Shah) ગાંધીનગરમાં નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયાની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહ્યા હતા. જયાં અમિત શાહે વેસ્ટ ટુ વેલ્થ કાર્યક્રમ અંતર્ગત ગોબરધન(Gobardhan) યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત જૈવિક ખાતર ઉત્પન્ન કરવા માટે છાણનું મેનેજમેન્ટ કરવાનું આયોજન કરાશે.દરેક જિલ્લામાં બાયોગેસ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા અને જૈવ સ્લરીનું મેનેજમેન્ટ કરવા માટે 50 લાખની ગ્રાન્ટ અપાશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે દૂધના ઉત્પાદનની કિંમતમાં અને દૂધના પોષણક્ષમ આહારના ભાવ ઘટાડવાની વાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી છે..અમિત શાહે કહ્યું, દૂધના ક્ષેત્રમાં કોઈ પ્રોબ્લેમ નથી.પરંતુ દૂધના ભાવ ઘટાડવા ભાર મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. વાઘા-અટારી બોર્ડરની માફક હવે લોકો અહીં સીમા દર્શન કરી શકશે અને સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની કામગીરીથી પણ વાકેફ થઈ શકશે… અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે સીમા દર્શન પ્રોજેક્ટના લોકાર્પણ માટે નડાબેટ આવી પહોંચ્યા હતા. અહીં 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યા બાદ અમિત શાહ દ્વારા સીમા દર્શન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો