કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં રાજ્યના સૌથી મોટા ‘વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ‘નું ઉદ્ઘાટન થયું છે. ત્યાર બાદ અમિત શાહે સમગ્ર પ્લાન્ટનું નિરક્ષણ પણ કર્યું હતું. અમદાવાદના પીરાણા ખાતે AMC અને જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની સાથે પીપીપી ધોરણે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે.
આ પ્લાન્ટમાં કચરો પ્રોસેસ કરીને કલાક દીઠ 15 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. એટલે કે દરરોજ 360 મેગા વોટ વીજળી ઉત્પન્ન થશે. આ પ્લાન્ટના કારણે ઉત્પન્ન થતી વીજળી ગુજરાત ઉર્જા વિકાસ નિગમને પણ એજન્સી દ્વારા રૂપિયા 6.31 પ્રતિ કિલો વોટના ભાવે આપવામાં આવશે. આગામી ત્રણ- ચાર મહિનામાં આ પ્લાન્ટ મારફતે રોજના 1,200થી 1,500 મેટ્રિક ટન કચરાનો પ્રોસેસ કરીને વધુ વીજળી ઉત્પન્ન કરાશે.