ગાંધીનગરના વાવોલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પતંગ ચગાવ્યા બાદ ફાફડા-જલેબીની માણી જયાફત, જુઓ વીડિયો
ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરના વાવોલ ખાતે પતંગ ચગાવ્યો હતો. અમિત શાહ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. અમિત શાહે પતંગ ચગાવ્યા બાદ કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ કરી હતી અને ફાફડા-જલેબીની જયાફત માણી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગર ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. વાવોલ ખાતે અમિત શાહે પતંગ ચગાવ્યો હતો. અમિત શાહ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. અમિત શાહે પતંગ ચગાવ્યા બાદ કાર્યકરો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી પણ કરી હતી અને ફાફડા-જલેબીની જયાફત માણી હતી.
ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહે ઉત્તરાયણના પર્વે અમિત શાહ સૌપ્રથમ જગન્નાથ મંદિરે દર્શન અને પૂજા પાઠ કર્યા હતા. તો પ્રભુ દર્શન બાદ અમિત શાહે ગજાનનને ઘાસ ખવડાવીને ધન્યતા અનુભવી. ધર્મભક્તિના કાર્યક્રમો બાદ અમિત શાહે વેજલપુરમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગના પેચ લડાવ્યા હતા અને મિત્રો, પરિવારજનો અને કાર્યકરો સાથે પતંગની મજા માણી હતી.
આ પણ વાંચો ઉત્તરાયણના રંગે રંગાયા નેતાઓ…અમિત શાહથી લઈને હર્ષ સંઘવીએ કાર્યકરો સાથે ઉડાડી પતંગ, જુઓ ફોટો
