કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના આજના તમામ કાર્યક્રમ રદ, જુઓ વીડિયો
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવાના હતા. જો કે તેમના આજના દિવસના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. અનિવાર્ય સંજોગોને કારણે અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે વેજલપુરમાં કાર્યકરો સાથે પતંગ ઉડાવવાની મજા લીધી હતી. જે પછી આજે પણ ગુજરાતમાં પણ તેમના અનેક કાર્યક્રમ હતા. અમિત શાહ આજે બનાસકાંઠાના પ્રવાસે જવાના હતા અને બનાસ ડેરીના સંકુલ ખાતે વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્તનો કાર્યક્રમ હતો. આ સાથે જ આજે બપોરે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે તેઓ હાજરી આપવાના હતા. જો કે અનિવાર્ય સંજોગોના કારણે તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે અમિત શાહે ગઇકાલે મિત્રો, પરિવારજનો અને કાર્યકરો સાથે પતંગની મજા માણી. ગાંધીનગરના વાવોલ ખાતે પણ અમિત શાહે પતંગબાજીની મજા માણી હતી. અમિત શાહ અમદાવાદમાં જીવરાજપાર્ક વિસ્તાર, સાબરમતી તેમજ ગાંધીનગરમાં કાર્યકરો અને મિત્રો સાથે પતંગબાજીની મજા માણતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો