Ahmedabad: 2 જ મિનિટમાં કારીગરે સોનીના વેપારીને લગાવ્યો કરોડોનો ચૂનો, 4.6 કિલો સોનુ લઈને ફિલ્મી ઢબે ફરાર

Ahmedabad: 2 જ મિનિટમાં કારીગરે સોનીના વેપારીને લગાવ્યો કરોડોનો ચૂનો, 4.6 કિલો સોનુ લઈને ફિલ્મી ઢબે ફરાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:42 AM

Ahmedabad: નરોડાના જ્વેલરીના વેપારીના કારીગરે સોનાના દાગીના લઇ ફરાર થઇ જતા ફરિયાદ નોંધાઈ છે. કરોડોના દાગીના સાથે કામ કરતો કારીગર એકટીવા પણ ઠામી ગયો છે.

અમદાવાદમાં ચોરીની (Robbery) મોટી ઘટના સામે આવી છે. સોનાના વેપારીએ આ ફરિયાદ નોંધાવી છે. ચોરીની આ ફરિયાદમાં વેપારીએ કરોડોની ચોરી થઇ હોવાનું કહ્યું છે. આ ઘટના ત્યારે પ્રકાસમાં આવી જ્યારે નરોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ કરોડોની ચોરી અંગે ફરિયાદ નોંધાવી.

જણાવી દઈએ કે વેપારીએ ફરિયાદમાં કહ્યું છે કે સોનાના દાગીના ભરેલી બેગ લઈ કારીગર સહિત અન્ય સાગરિતો ફરાર થઇ ગયા છે. સાથે જ એકટીવા પણ ચોરી ગયા છે. વેપારીની ફરિયાદ અનુસાર કારીગર એક્ટીવા સહિત 4 કિલો 625 ગ્રામ સોનાના દાગીનાની (Gold Jewelry) ચોરી કરીને ફરાર થઇ ગયો છે. આ કારીગર મૂળ રાજસ્થાનનો છે. જે વેપારીના ત્યાં કામ કરતો હતો. મૂળ રાજસ્થાનના કારીગર આનંદ રાજપૂત અને તેના સાગરીત ગણેશ ઘાંચી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સોનાના દાગીનાની કિંમત 1.25 કરોડ રૂપિયા જેટલી થાય છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો વેપારી મુકેશભાઈ અને કારીગર આનંદ 2 થેલામાં 4 કિલો 625 ગ્રામ સોનાના જડતરવાળા દાગીના સોનીઓની દુકાને સેમ્પલ બતાવવા નીકળ્યાં હતાં. ત્યારે રસ્તામાં માલિક મુકેશભાઈને વોશરૂમ જવાનું હોવાથી એકટીવા અને થેલી આનંદને આપી હતી. બસ આ બે મિનીટના સમયમાં જ આનંદ દાગીના સાથે ફરાર થઇ ગયો હતો. મુકેશભાઈએ અન્ય વ્યક્તિની બાઇકની પાછળ બેસી આનંદનો પીછો પણ કર્યો. પરંતુ આનંદ હાથ ના આવ્યો. આનંદને નોકરી રખાવનાર ગણેશ ઘાંચીને પણ ફોન કર્યા. ત્યારે એનો ફોન પણ બંધ આવ્યો. આ મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો વકર્યો, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો

આ પણ વાંચો: દિવાળી પૂર્વે ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Published on: Oct 20, 2021 06:41 AM
g clip-path="url(#clip0_868_265)">