વડોદરાના માધવ ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા, જુઓ Video

વડોદરાના માધવ ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: May 19, 2024 | 12:30 PM

IT વિભાગે શનિવારથી હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન 200 કરોડના બિનહિસાબી વ્યવહારોનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન 10 બેંક લોકરને પણ સીઝ કરાયા છે. ITની ટીમે ડિજિટલ ડેટા, રોકડ ઉપરાંત ઝવેરાત પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત મોબાઇલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક સહિતના ઇક્વિપમેન્ટ કબ્જે કરાયા છે.

વડોદરાના સુભાનપુરામાં આવેલી માધવ ગ્રુપ ઓફ કંપની પર IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. IT વિભાગના સર્ચ દરમિયાન કરોડોના વ્યવહારોનો ખુલાસો થયો છે. તો ખુરાના બંધુઓએ મોટા બિલ્ડરોને કરોડોનું ફાયનાન્સ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. માધવ ગ્રુપના ખુરાના બંધુઓના 30 જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

IT વિભાગે શનિવારથી હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન 200 કરોડના બિનહિસાબી વ્યવહારોનો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન 10 બેંક લોકરને પણ સીઝ કરાયા છે. ITની ટીમે ડિજિટલ ડેટા, રોકડ ઉપરાંત ઝવેરાત પણ જપ્ત કર્યા છે. આ ઉપરાંત મોબાઇલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક સહિતના ઇક્વિપમેન્ટ કબ્જે કરાયા છે. ITના 150 અધિકારીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વચ્ચે સર્ચની કાર્યવાહી યથાવત છે.