Tapi Video : ઉકાઇ ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 4 ફુટનો થયો વધારો, ઉકાઇ ડેમની સપાટી 319.09 ફુટ થઇ
તાપીના ઉકાઇ ડેમની (Ukai Dam) જળ સપાટીમાં પણ વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટી વધી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 4 ફુટનો વધારો થયો છે. હાલ ડેમમાં 65,736 ક્યુસેક પાણીની આવક થઇ છે.
Tapi : ગુજરાતમાં ચોમાસાના (Monsoon 2023) આગમન બાદ હવે નદી-નાળા અને જળાશયોમાં પાણીની સારી એવી આવક થઇ રહી છે. તાપીના ઉકાઇ ડેમની (Ukai Dam) જળ સપાટીમાં પણ વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટી વધી છે. ડેમની સપાટીમાં 24 કલાકમાં 4 ફુટનો વધારો થયો છે. હાલ ડેમમાં 65,736 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 319.09 ફુટ પર છે. તો ડેમની ભયજનક સપાટી 345 ફુટ, રૂલ લેવલ 333 ફુટ છે. મહારાષ્ટ્રના હથનર ડેમના 24 ગેટ ખોલી દેવાયા છે. તો હથનર ડેમમાંથી 73,243 ક્યુસેક પાણી છોડાયું છે. આગામી દિવસોમાં પણ ડેમની સપાટી વધશે તેવુ માનવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો-Saurashtra Dam: સૌરાષ્ટ્રના જુદા-જુદા ડેમના જળસંગ્રહમાં વધારો, 34 જળાશયો થયા ઓવરફ્લો, જુઓ Video
તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News