ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના 22 પૈકી 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. તાપી નદીમાં 82 હજાર 263 ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમનું 335 ફૂટ રુલ લેવલ જાળવવા માટે નદીમાં પાણી છોડાયુ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડેલા સારા વરસાદને પગલે, ઉકાઈ જળાશયમાં પાણી પુષ્કળ આવક થઈ છે. જેના પગલે ઉકાઇ ડેમની સપાટી 334.91 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી 62 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. તાપી નદી પાસે આવેલા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ નર્મદા ડેમમાં 1 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવકતો કેનાલ અને નદીમાં છોડવામાં આવ્યું છે. 39 હજાર ક્યુસેક પાણી અને હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટરે સ્થિર થઇ છે. નર્મદા ડેમ 90.34 ટકા ભરાયો છે.તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.ત્યારે ત્યારે નર્મદા ડેમમાં વિવિધ લાઇટીંગ કરવામાં આવી છે.