Ahmedabad : RTE હેઠળ ખોટી રીતે પ્રવેશ મેળવનાર વાલીઓ સામે કાર્યવાહી, કુલ 180 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા, જુઓ Video

|

Apr 03, 2024 | 2:27 PM

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમદાવાદમાં 36 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી 26 હજાર ફોર્મ મંજૂર કરવામા આવ્યા છે. જો કે અમદાવાદ RTEના ઇતિહાસમાં પ્રથમ વાર 180થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે. દોઢ લાખથી વધુની આવક ધરાવનાર વાલીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સૌથી વધુ ઉદ્ગમ શાળાના 126 ફોર્મ રદ કર્યા છે.

અમદાવાદમાં ઉદ્ગમ સ્કૂલના 126, એશિયન ગ્લોબલના 46, આનંદ નિકેતનના 5 અને ઝેબર સ્કૂલના 5 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા છે. શાળાઓએ વાલીઓની આવક વધુ હોવાના પુરાવાઓ DEOને આપ્યા હતા. હીયરિંગ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવેશ રદ કરવાનો નિર્ણય લીધો છે.જો કે પ્રવેશ રદ થયા બાદ વાલીઓએ DEO સમક્ષ રજૂઆત કરી છે. આવક વધતી ઘટતી હોવાનો વાલીઓએ બચાવ કર્યો છે.

આ પણ વાંચો-Anand : પરશોત્તમ રૂપાલાના વિરોધમાં લાગ્યા બેનર, ઉમેદવારને બદલવાની કરી માગ, જુઓ Video

10 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ થતા તેમને 3જી ફેબ્રુઆરી સુધી સુધારણાની તક આપવામા આવી હતી.માર્ચ અંત સુધીમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. જેમાં 36 હજાર વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. જેની ચકાસણી થયા બાદ 25800 વિદ્યાર્થીઓના ફોર્મ એપ્રુવ કરવામા આવ્યા હતા, જ્યારે 10060 વિદ્યાર્થીઓના ફોર્મ રીજેક્ટ થયા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:26 pm, Wed, 3 April 24

Next Video