Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : હવે અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાની ખેર નહીં ! શહેરના આ વિસ્તારોમાં લગાવાયા ટાયર કિલર બમ્પ, જુઓ Video

Ahmedabad : હવે અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાની ખેર નહીં ! શહેરના આ વિસ્તારોમાં લગાવાયા ટાયર કિલર બમ્પ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 12:58 PM

અમદાવાદમાં મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તે લગાવવામાં આવશે.

Ahmedabad : દરરોજ આપણે એવા અનેક વાહનચાલકોને જોતા હોઇએ છીએ કે જેઓ ગમે ત્યારે રોંગ સાઇડમાં ધસી આવે છે. કોઇની પણ પરવાહ કર્યા વગર છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા લોકોને કારણે અનેક જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે. પરંતુ જો હવે તમે અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી. કેમ કે અમદાવાદ મનપાએ રોડ પર ‘ટાયર કિલર બમ્પ’ લગાવ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad: ભાર વગરના ભણતરના નિયમનો ઉલાળિયો, tv9ના રિયાલિટી ચેકમાં સામે આવ્યા ભાર સાથેના ભણતરના દૃશ્યો-જુઓ Video

જે રોંગ સાઇડમાં આવતા લોકોના વાહનોના ટાયરમાં પંક્ચર પાડશે. મતલબ કે જો તમે રોંગ સાઇડમાં ગયા તો તમારા વાહનનું ટાયર ફાટવું નક્કી છે. મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તે લગાવવામાં આવશે.

ટાયર કિલર્સ એ એવી મેટલ સ્ટ્રિપ્સ છે જે રોડ પર લગાવવામાં આવે છે. જેના છરા એક બાજુથી ઘણાં તીક્ષ્ણ હોય છે. જે લોકો સાચી દિશામાં જ વાહન ચલાવે છે તેમને આ છરા કંઇ નુકસાન નહીં પહોંચાડે. તેમના માટે આ ટાયર કિલર્સ માત્ર એક નાનકડા બમ્પ જેવું લાગશે. પરંતુ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો માટે આ સ્પાઇક નુક્સાનકર્તા સાબિત થશે. રોંગ સાઇડના વાહનોના ટાયરમાં પંક્ચર પાડવાનું કામ કરશે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 03, 2023 12:57 PM
g clip-path="url(#clip0_868_265)">