Navsari : રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના નવસારીના જલાલપોરના ડાભેલ ગામમાં બની છે. નવસારીના જલાલપોરના ડાભેલ ગામમાં મોડી રાત્રે જૂથ અથડામણની ઘટના બની છે. આ જૂથ અથડામણ મારામારીમાં સોકત એકલવાયા અને આરીફ વાઝાનામના શખ્સોએ ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : Navsari Video: ચીખલીના રાનકુવા ગામે કારચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, CCTVમાં કેદ થયા દ્રશ્યો
આ અગાઉ પણ સૌકત એકલવાયા પર અનેક ગુના નોંધવામાં આવ્યા છે. તો ગૌહત્યા અને પોલીસ પર હુમલાના ગુના પણ સૌકત એકલવાયા પર નોંધાઈ ચુક્યા છે તો આરીફ સૌકત એકલવાયા પંચાયતનો સભ્ય હોવાનું સામે આવ્યુ છે. જૂની અદાવતમાં સૌકત અને આરીફ જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટના અંગે મરોલી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.