AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : અમદાવાદ: ગટરની સફાઇ કરવા ઉતરેલા કામદારોને સેફટીના સાધન વગર ઉતારાયા હતા, કામદારોના ગુંગળાઇ જતા થયા મોત

Gujarati Video : અમદાવાદ: ગટરની સફાઇ કરવા ઉતરેલા કામદારોને સેફટીના સાધન વગર ઉતારાયા હતા, કામદારોના ગુંગળાઇ જતા થયા મોત

Darshal Raval
| Edited By: | Updated on: Apr 23, 2023 | 2:17 PM
Share

Ahmedabad News : પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને ગટરમાં ઉતારતા પહેલા કોઇપણ પ્રકારની સેફ્ટિના સાધનો પહેરાવવામાં નહોતા આવ્યા, ત્યારે અહીં સવાલ એ સર્જાય કે આ ઘોર બેદરકારી પાછળ જવાબદાર કોણ.

અમદાવાદ જિલ્લામાં ધોળકામાં ગઇકાલે ગટરની સફાઇ કરવા ઉતરેલા 2 કામદારોના ગૂંગળાઇ જતા મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને કર્મચારીઓને ગટરમાં ઉતારતા પહેલા કોઇપણ પ્રકારની સેફ્ટિના સાધનો પહેરાવવામાં નહોતા આવ્યા, ત્યારે અહીં સવાલ એ સર્જાય કે આ ઘોર બેદરકારી પાછળ જવાબદાર કોણ. કેમ એક પછી એક ગટરમાં ગૂંગળાઇ જવાની મોતની ઘટનાઓ બાદ પણ કોઇ કાળજી નથી રખાતી. ધોળકાની દુર્ઘટના બાદ ફરી એકવાર સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ સર્જાયો છે. તો બીજી તરફ ઘટના બાદ પોલીસે કેટલાક લોકોને રાઉન્ડ અપ કર્યા છે. જેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો- Tender Today : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સિવિલ કામો માટે ટેન્ડર જાહેર, જાણો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ

ધોળકામાં જે સ્થળે કામદારોને ગટરમાં ઉતારવામાં આવ્યા હતા, ત્યાં TV9 પહોંચ્યું હતુ અને ઘટનાની ગંભીરતા જાણવાનો પ્રયાસ કર્યો છે. ધોળકાની આ કોઇ પહેલી ઘટના હોય, અગાઉ પણ સામાન્ય બેદરાકારી મોતનું કારણ બની છે. છેલ્લા કેટલાક મહિનામાં ગટર સફાઇ કરવા ઉતરેલા કામદારોના ગૂંગળાઇ જતા મોતની ઘટનાએ ચકચાર મચાવી છે.

દોઢ માસમાં ગટરમાં ગૂગળાઇ જવાથી 8 કામદારોના મોત નિપજ્યા છે. રાજકોટ હોય કે પછી ભરૂચનું દહેજ, સુરત હોય કે પછી અમદાવાદનું ધોળકા, આ તમામ શહેરોમાં સેફ્ટીના સાધનોના અભાવે ગટરમાં ઉતરેલા મજૂરોના મોત થયા હતા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે ક્યાં સુધી બેદરકારીમાં કામદારોના ભોગ લેવાતા રહેશે. કેમ હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર આંખ આડા કાન કર્યા કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 23, 2023 02:16 PM
g clip-path="url(#clip0_868_265)">