Chhotaudepur : નહાવા પડેલા બે બાળકોના ડૂબવાથી મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, જુઓ Video

Chhotaudepur : નહાવા પડેલા બે બાળકોના ડૂબવાથી મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 2:11 PM

છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ભેખડીયા ગામે બે બાળકોનું ડૂબવાથી મોત થયું હોવાની ઘટના બની હતી. જેમાં બાળકોના વાલીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી છાત્રાલયના સંચાલકો જવાબ નહીં આપે ત્યાં સુધી વાલીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ડૂબવાથી મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ આદિવાસી દુર્ગમ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં અભ્યાસ કરતા હતા.

Chhotaudepur : છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ભેખડીયા ગામે બે બાળકોનું ડૂબવાથી મોત થયું હોવાની ઘટના બની હતી. જેમાં બાળકોના વાલીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી છાત્રાલયના સંચાલકો જવાબ નહીં આપે ત્યાં સુધી વાલીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ડૂબવાથી મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ આદિવાસી દુર્ગમ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં અભ્યાસ કરતા હતા.

આ પણ વાંચો : Chhotaudepur : બોડેલીમાં મેરિયા નદી પરનો કોઝવે તૂટતાં સ્થાનિકો મુશ્કેલીમાં, જુઓ Video

ભાજપના આદિવાસી મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિજય રાઠવાએ સંચાલકોની બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળકોને છાત્રાલયના સંચાલકો દ્વારા ગેરકાયદે ઘાસચારો કાપવા મોકલ્યા હોવાનું સામે આવ્યુ છે. આશ્રમ શાળાની ગાય માટે દરરોજ વિદ્યાર્થીઓને ઘાસ ચારો લેવા મોકલવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. બંને વિદ્યાર્થીના મૃતદેહને છોટાઉદેપુર પાલિકાની રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યા હતા. ઘટના બનતા જ આદિવાસી દુર્ગમ ટ્રસ્ટના સંચાલકો ગાયબ થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે.

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">