Vadodara : એક સમયના સાથી બન્યા જાની દુશ્મન ! ભાજપના બે કાર્યકરો હિંસક મારામારી પર ઉતરી આવ્યા
રાજુ રબારી નામના ભાજપના કાર્યકરે આક્ષેપ કર્યો છે કે, ગઈકાલે જ્યારે તેના ઘરે મહિલાઓ એકલી હતી તે સમયે જીગ્નેશ જોષી, તેનો ભાઈ અને અન્ય સાગરિતો ધસી આવ્યા હતા.
વડોદરામાં ભાજપના બે કાર્યકરો વચ્ચે તકરાર ચરમસીમાએ પહોંચી છે. બંને કાર્યકરો એકબીજાના જાની દુશ્મન બની ગયા છે. રાજુ રબારી નામના ભાજપના કાર્યકરે આક્ષેપ કર્યો છે કે, ગઈકાલે જ્યારે તેના ઘરે મહિલાઓ એકલી હતી તે સમયે જીગ્નેશ જોષી, તેનો ભાઈ અને અન્ય સાગરિતો ધસી આવ્યા હતા. અંદાજે 10થી 15 લોકો રિવોલ્વર, તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો લઈને આવ્યા હતા. અને મહિલાઓ સાથે ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં તેઓ મહિલાઓના ઘરેણા પણ લૂંટીને લીધા હતા.
તલવાર અને રિવોલ્વરથી હુમલો કર્યાનો આક્ષેપ
તેઓ સતત એક જ રટણ કરતા હતા કે રાજુને જાનથી મારી નાખવા આવ્યા છીએ. જોકે આસપાસના લોકોએ તેમને મેથીપાક ચખાડ્યો હતો અને ભગાડી મૂક્યા હતા. સમગ્ર મામલે રાજુ રબારીએ જીગ્નેશ જોષી સહિત અન્ય શખ્સો સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
