Video: વડોદરા: પાદરા એસટી વિભાગની ઘોર બેદરકારી, બસોના યોગ્ય રૂટ ન હોવાથી કલાકો સુધી રઝળે છે મુસાફરો
Vadodara: પાદરા એસટી વિભાગની બેદરકારીને કારણે મુસાફરોને રઝળવાનો વારો આવે છે. સમયસર બસો ન આવતા કલાકો સુધી મુસાફરો અટવાઈ પડે છે અને જ્યાં જવાનું હોય છે, ત્યાં પણ સમયસર પહોંચી શક્તા નથી તો બીજી તરફ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે.
વડોદરાના પાદરામાં એસટી વિભાગની ઘોર બેદરકારીના પગલે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. બસોના યોગ્ય રૂટ ન હોવાના કારણે પાદરા વડોદરા હાઈવે પર મુસાફરો રઝળી પડયા હતા. એસટી બસ સમયસર ન આવતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. જાહેર માર્ગ પર બે કલાક ઉભું રહેવા છતા એસટી બસ ન મળતી હોવાનો મુસાફરો અને વિદ્યાર્થીઓના આક્ષેપ છે. બસ નહીં મળતા પાદરા એસટી ડેપોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. એસટી બસોના યોગ્ય રૂટ મૂકવા માટે લોકોએ ડેપો મેનેજરને રજૂઆત કરી હતી.
એસટી સ્ટેન્ડ પર રઝળ્યા મુસાફરો
એસડી સ્ટેન્ડ પર ઉભેલા એક મુસાફર જગદિશ પઢિયાર જણાવે છે કે જંબુસર જવા માટે એક કલાકથી ઉભો છુ બસની રાહ જોઈને પરંતુ કોઈ બસ આવતી નથી તો બીજી તરફ રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હોવાથી ખાનગી વાહનો પણ ન મળતા મુસાફરો અટવાયા છે. વધુમાં જણાવ્યુ કે વિદ્યાર્થીઓ પણ ક્યારના ઉભા છે, પરંતુ તેમને પણ સમયસર બસ ન મળતા તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. બસના રૂટ ટાઈમ ટુ ટાઈમ કરવા માટે મુસાફરો માગ કરી રહ્યા છે.
બસ સ્ટેન્ડ પર ઉભેલી એક વિદ્યાર્થિની જણાવે છે કે તેમને દરરોજ કલાકો બસની રાહે ઉભુ રહેવુ પડે છે. ક્યારેક તેમને ખાનગી વાહનમાં પણ જવુ પડે છે. બુધવાર હોવાથી તેમને કોઈ ખાનગી વાહન પણ મળતા નથી. શાળામાં મોડા પહોંચે તો શિક્ષક પણ વિદ્યાર્થીઓને બોલતા હોવાનું વિદ્યાર્થિની જણાવે છે.