TV9 Impact Video: વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે કાર્યવાહી, કેમિકલ હાઉસના વીજળીના કનેક્શન કાપવાની કામગીરી

|

Jul 15, 2023 | 4:10 PM

કોર્પોરેશન અને GPCBના અધિકારીઓ એક્શનમાંઆવ્યા છે અને કેમિકલ હાઉસના વીજળીના કનેક્શન (Electricity connection) કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે TV9એ અહેવાલ દર્શાવ્યો હતો અને સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો.

Ahmedabad : અમદાવાદની સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી (Chemical water) નાખવાના કેસમાં ફરી એકવાર કાર્યવાહી થઇ છે. કોર્પોરેશન અને GPCBના અધિકારીઓ એક્શનમાં આવ્યા છે અને કેમિકલ હાઉસના વીજળીના કનેક્શન (Electricity connection) કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મામલે TV9એ અહેવાલ દર્શાવ્યો હતો અને સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો. આ અહેવાલ બાદ કોર્પોરેશન અને GPCBના અધિકારીઓ એક્શનમાં આવ્યા અને ડ્રેનેજ કનેક્શન કાપ્યા બાદ હવે વીજળીના કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો-Gujarati Video: રાજકોટના કણકોટ ગામ પાસે યુનિયન બેંકનું ATM તૂટ્યું, સમગ્ર ઘટના CCTVમાં કેદ

કોર્પોરેશન અને GPCBના અધિકારીઓએ આજે વટવા, નરોડા, પીરાણા, દાણીલીમડી અને બહેરામપુરા વિસ્તારમાં અધિકારીઓએ SRPની ટીમ સાથે રાખીને કાર્યવાહી કરી હતી. મહત્વનું છે કે, GPCBના રિટાયર્ડ અધિકારીની રહેમ હેઠળ ગેરકાયદે બાંધકામ કરી ડ્રેનેજ કનેક્શન આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેથી હવે સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે, TV9ની ટીમે અહેવાલ દર્શાવ્યો હતો. આ અહેવાલમાં કેમિકલ માફિયાના ખેલનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે, ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ વેસ્ટનો ગટરમાં નિકાલ કરવામાં આવતો હતો અને વરસાદની આડમાં કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડી દેવાતું હતું. સાબરમતીમાં ઝેરી પાણી છોડાતા મુખ્યલાઈન સીલ કરાઈ હતી. અમદાવાદના બહેરામપુરા, પિરાણા, દાણીલીમડામાં મોટાપાયે આ ગેરકાયદે પ્રવૃતિ થતી હોવાનો પણ ખુલાસો થયો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:08 pm, Sat, 15 July 23

Next Video