Gujarati Video: રાજકોટના કણકોટ ગામ પાસે યુનિયન બેંકનું ATM તૂટ્યું, સમગ્ર ઘટના CCTVમાં કેદ
રાજકોટના કણકોટ ગામ પાસે યુનિયન બેંકનું ATM તૂટયું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે તસ્કરોએ ગેસ કટરથી ATM તોડી રોકડ રકમની ઉઠાંતરી (Theft ) કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
Rajkot : રાજકોટમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈરહી છે. ત્યારે વધુ એક ક્રાઈમની (Crime) ઘટના બની છે. રાજકોટના કણકોટ ગામ પાસે યુનિયન બેંકનું ATM તૂટયું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે તસ્કરોએ ગેસ કટરથી ATM તોડી રોકડ રકમની ઉઠાંતરી (Theft) કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જ્યાં તસ્કરો બેંકમાં પ્રવેશ કરતા દેખાયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ યુનિયન બેંક પાસેથી CCTV ફૂટેજ મેળવી વધુ તપાસ કરશે.
આ પણ વાંચો- Gujarati Video: જામનગરમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો, જી.જી હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં વધારો
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos