TV9 Property Expo 2022: પ્રોપર્ટી એક્સ્પોનો આજે બીજો દિવસ, લોકો મનપસંદ પ્રોજેક્ટ પર ઉતારી રહ્યા છે પસંદગી

|

Apr 16, 2022 | 12:19 PM

પ્રોપર્ટી એક્સ્પોના ((TV9 Property expo 2022) બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત માટે આવી રહ્યા છે અને પોતાના મનપસંદ પ્રોજેક્ટ પર પસંદગી ઉતારી રહ્યા છે. તો ઘણા લોકોએ અલગ અલગ પ્રોજેક્ટની સુવિધાઓ વિશે માહિતી મેળવી આગામી દિવસોમાં પોતાના સપનાના ઘરનું પ્લાનિંગ કર્યું હતું.

દરેક વ્યક્તિનું સપનું હોય છે કે બજેટ અને વિસ્તારને અનૂકુળ પોતાનું ઘરનું ઘર હોય. ત્યારે લોકોને સરળતાથી અને બજેટમાં ઘર મળી રહે તે માટે અમદાવાદના (Ahmedabad) નરોડા વિસ્તારમાં TV9 દ્વારા ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022નું (TV9 Property expo 2022)આયોજન કરાયું છે. જેનો આજે બીજો દિવસ છે. 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ચાલનારા પ્રોપર્ટી એક્સ્પોમાં શ્રેષ્ઠ બિલ્ડર્સ એક સાથે એક સ્થળે ઉપલબ્ધ છે. સાથે જ અહીં પૂર્વ અમદાવાદની 35થી વધુ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી એક સાથે એક સ્થળે જ ઉપલબ્ધ છે.

અમદાવાદના પૂર્વ વિસ્તાર તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. ત્યારે આ પ્રોપર્ટી એક્સ્પોમાં તમને પૂર્વ અમદાવાદના વિકાસશીલ એવા નરોડા, હંસપુરા, નિકોલ જેવા વિસ્તારની પ્રોપર્ટીઝના શ્રેષ્ઠ વિકલ્પ મળશે. પૂર્વ અમદાવાદની બેસ્ટ પ્રોપર્ટીઝ તમને અહીં પોષાય તેવા ભાવે મળશે. તમામ બિલ્ડર્સે લોકો માટે આકર્ષક સ્કિમ પણ રાખી છે. આ સ્કિમમાં લોકો હવે પોતાના સપનાનું ઘર પોતાના બજેટમાં મેળવી શકશે. પ્રોપર્ટી એક્સ્પોના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો મુલાકાત માટે આવી રહ્યા છે અને પોતાના મનપસંદ પ્રોજેક્ટ પર પસંદગી ઉતારી રહ્યા છે. તો ઘણા લોકોએ અલગ અલગ પ્રોજેક્ટની સુવિધાઓ વિશે માહિતી મેળવી આગામી દિવસોમાં પોતાના સપનાના ઘરનું પ્લાનિંગ કર્યું હતું.

મહત્વનું  છે કે ગઇકાલે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) આ  ત્રિદિવસીય એકસ્પોને ખુલ્લો મુક્યો હતો. આ તમામ સ્ટોલની મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લીધી હતી. તો AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે ટીવી 9 દ્વારા આયોજીત પ્રોપર્ટી શૉની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar : માણસાના ઇટાદરા ગામમાં સામાન્ય તકરારમાં જુથ અથડામણ, પોલીસ ઘટના સ્થળે

આ પણ વાંચોઃ ગુજરાત એટીએસનો હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાને લઇને મોટો ખુલાસો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Video