TV9 Exclusive : ‘કિંગ ઓફ સાળંગપુર’ નામ અને પ્રતિમા બનાવવાનો વિચાર કઈ રીતે ઉદ્ભવ્યો, શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીજીના મોઢે સાંભળો હકિકત

TV9 Exclusive : ‘કિંગ ઓફ સાળંગપુર’ નામ અને પ્રતિમા બનાવવાનો વિચાર કઈ રીતે ઉદ્ભવ્યો, શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીજીના મોઢે સાંભળો હકિકત

| Edited By: | Updated on: Apr 05, 2023 | 6:08 PM

Botad News : શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે છેલ્લા દોઢ-બે વર્ષથી દાદાની આ પ્રતિમા બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. છેલ્લા 175 વર્ષથી સાળંગપુર હનુમાનજીના નામથી ઓળખાય છે..

‘કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમાની વિશેષતા કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરના શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીએ TV9 સમક્ષ જણાવી છે. હરિ પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે આ દિલ્હીના ખૂબ જાણીતા કલાકાર દ્વારા મૂર્તિ બનાવાઇ હોવાનું તેમણે જણાવ્યુ હતુ. દાદાની મૂર્તિનું આ સ્વરુપ પંચધાતનું છે. જેથી હજારો વર્ષ સુધી આ પ્રતિમાને કઇ જ નહીં થાય તેવુ સ્વામીએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો- Botad: સાળંગપુર કષ્ટભંજન દેવની સ્થાપના સંત ગોપાળાનંદ સ્વામીએ શા માટે કરી હતી ? જાણો આ ભવ્ય મંદિરની સ્થાપનાનો ઇતિહાસ

કેવી રીતે આવ્યો મૂર્તિ બનાવાનો વિચાર ?

શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે છેલ્લા દોઢ-બે વર્ષથી દાદાની આ પ્રતિમા બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. છેલ્લા 175 વર્ષથી સાળંગપુર હનુમાનજીના નામથી ઓળખાય છે. જેથી એક વખત બધા ભક્તો સાથે મળીને બેસ્યા હતા. તે સમયે દાદા માટે કઇક વિશેષ કરવાની ઇચ્છા થઇ. પહેલા પથ્થરની પ્રતિમા બનાવાનો વિચાર હતો.

કેવી રીતે ‘કિંગ ઓફ સાળંગપુર’ નામનો વિચાર આવ્યો ?

શાસ્ત્રી હરિ પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યુ હતુ કે, વિશ્વની મોટી પ્રતિમાઓના નામ સ્ટેચ્યૂ ઓફ લીબર્ટી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે. જો કે સ્ટેચ્યૂ જ્યારે બોલવામાં આવે ત્યારે તેમાં આધ્યાત્મિક ભાવ આવતો નથી. જેથી દાદા સાળંગપુરના રાજા છે. જેથી ‘કિંગ ઓફ સાળંગપુર’ એવુ નામ સુઝ્યુ છે. આ નામ લોકોના હૈયા અને હૃદયમાં તરત ક્લિક થાય તેવુ છે. જેથી આ નામ રાખવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 05, 2023 06:01 PM